Gujarat Weather Forecast : હાલ ગુજરાતમાં ભારે વરસાદની કોઈ આગાહી નથી. કારણ કે, ગુજરાતમાં હાલ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. વરસાદને લઈને લઈને હવામાન વિભાગે આગાહી કરી કે, ગુજરાતના માથા પર હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ભારે વરસાદની શક્યતા નથી. ગુજરાતમાં ભેજ વાડું વાતાવરણ અને ગરમીનો અહેસાસ થશે. વીજળીના કડાકા કોઈ કોઈ જગ્યાએ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત , ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સૂકું વાતાવરણ રહેશે. આગામી 5 દિવસમાં બાદ ગુજરાત રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. ધ્યાન રાખો કે, દેશભરની સાથે ગુજરાતમાં પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં વરસાદને લઈ હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી સામે આવી છે. સ્કાયમેટ એજન્સીના જણાવ્યાનુસાર રાજ્યમાં હવે વરસાદની શક્યતા નહીંવત છે તેમજ દક્ષિણ પૂર્વિય વિસ્તારમા વરસાદી માહોલ રહેશે. વધુમાં જણાવ્યું છે કે, મહીસાગર, પંચમહાલ, વડોદરા, વાપી, ડાંગ, નવસારીમાં વરસાદ વરસી શકે છે. જ્યારે ગોધરા,સુરતમાં હળવો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનું પ્રમાણ ઘટશે. સ્કાયમેટ એજન્સી જણાવ્યું કે, મહીસાગર, પંચમહાલ, ભરૂચ તેમજ ભાવનગરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની સંભવાના છે. દક્ષિણ-પૂર્વી વિસ્તારમાં વરસાદની સંભવાના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના હતી પરંતુ હવે હવામાન સાફ હોવાનું જણાવ્યું છે. જ્યારે વડોદરા, સુરત, વલસાડ, તાપી સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. 


સિંધુભવન રોડ પર સ્પાની યુવતીને બેરહેમીથી માર મરાયો, યુવતી પહેલીવાર આવી મીડિયા સામે


ગઈકાલે સંઘ પ્રદેશ દમણમાં વીજળી ત્રાટકી હતી. દમણના સીફેસ વિસ્તારમાંથી જે પ્રકારે આ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા એ વાઇરલ થઈ રહ્યા છે. હાલ દક્ષિણ ગુજરાત અને સંપ્રદેશ દમણની અંદર રાત્રિ દરમિયાન ગાજવીજ થતી હોય છે અને થોડો પવન પણ ફૂંકાતો હોય છે. પરંતુ દિવસની શરૂઆત થતા આ અટકી જાય છે અને હાલ આ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતો નથી. પરંતુ રાત્રી દરમિયાન આવા પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. 


તો વલસાડ જિલ્લાના વિવિધ તાલુકામાં ગઈકાલે ધોધમાર વરસાદ જોવા મળ્યો. વલસાડ, ધરમપુર, કપરાડા સહિત સંઘ પ્રદેશમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદ સાથે વીજળી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. 


ઘી ખાતા પહેલા સો વાર વિચારજો! ગુજરાતના આ શહેરમાંથી ઝડપાયું 1462 કિલો નકલી ઘી