Gujarat Weather Forecast : 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતું વાવાઝોડું આજે આંધ્ર પ્રદેશના દરિયા કિનારે ટકરાશે. વાવાઝોડાના કારણે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં મોટા પાયે નુકસાન થઈ શકે છે. ત્યારે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. હવામાન વિભાગે આજે મંગળવારે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આજે સવારે આંધ્ર પ્રદેશમાં વાવાઝોડું ટકરાશે. છેલ્લા 10 વર્ષનું સૌથી મોટું ભયાનક વાવાઝોડું હશે. ઓડિશામાં પણ વાવાઝોડું મોટાપાયે નુકસાન કરશે. જેને પગલે ગુજરાતમાં 10 અને 11 ડિસેમ્બરે માવઠાની આગાહી કરાઈ છે. મિચૌગ વાવાઝોડાની અસરથી તમિલનાડુના ચેન્નઈમાં જળબંબાકાર જેવી સ્થિતિમાં છે. અનેક શહેરોમાં માલ સામાનના ભારે નુકસાન થયું છે. પાણીના ધમસમતા પ્રવાહમાં ગાડીઓ તણાઈ ગઈ છે. તો આજે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડી શકે છે. ભરશિયાળે વરસાદની આગહીથી ખેડૂતોની ચિંતા વધી છે. આ કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે. 


અમેરિકા જવાનું સપનું જોઈ રહેલા ગુજરાતીઓને જલદી મળશે નવી ભેટ, USનો છે આ પ્લાન


તો હવામાન વિભાગની આગાહી પણ આવી ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યના એકઆદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. બે દિવસ રાજ્યમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. તો આવતીકાલે સુરત, નવસારી, તાપીમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાં છે. માઈચોંગ વાવાઝોડાના કારણે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. આ કારણે આગામી 2 દિવસોમાં તાપમાનનો પારો ગગડશે. આગામી 2 થી 3 દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 15 થી 20 કિમી ની ઝડપે પવન ફૂંકાશે. 


બંગાડની ખાડીમાં સરકર્યુલેશનની સર્જાતા ઠંડીમાં વરસાદ આવ્યો 
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ 5 ડિસેમ્બર એટલે કે આવતીકાલ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે પવન સાથે છૂટો છવાયો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને ધ્યાને રાખીને ખેડૂતોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. અરબ સાગરમાં સર્ક્યુલેશન સર્જાતાં રાજ્યમાં ઠંડીની સીઝનમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. ગત અઠવાડિયે ગુજરાતમાં સાર્વત્રિક માવઠાંની અસરને પગલે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. હવે ફરી ધરતીપુત્રો માટે માઠા સમાચાર છે. આવતીકાલ સુધી અનેક જિલ્લામાં પવન સાથે છુટાછવાયા હળવા વરસાદની સંભાવના છે.


અમેરિકાએ H 1B VISA ની રાહ જોનારા ભારતીયોને આપી મોટી ખુશખબર


150 km/h ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા
ગુજરાત પર ફરી એકવાર માવઠાનો માર પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં ઉઠેલા માઈચોંગ વાવાઝોડાને પગલે ગુજરાતમાં માવઠું આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભયાનક આગાહી પણ આવી ગઈ છે. શનિવારે રાજ્યના 4 જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ હતો. ત્યારે આજે અને આવતી કાલે હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલની કહ્યું કે, આગાહી સમયમાં બંગાળાની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે. આ સમયે 150 km/h ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આજથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા કાતિલ ઠંડીની આગાહી છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર 7 ડિસેમ્બર સુધી રહી શકે છે.


જગત જમાદાર પણ આ વસ્તુ માટે ગુજરાત પાસે હાથ લંબાવે છે, ઉત્પાદનમાં બન્યુ નંબર 1


ક્યાં ક્યાં વરસાદની આગાહી 
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, બંગાળની ખાડીમાં વાવાઝોડાના કારણે ગુજરાતમાં ફરી વરસાદ પડશે. આગામી 2 દિવસ ગુજરાતમાં અમુક જગ્યા સામાન્ય વરસાદની આગાહી છે. અરવલ્લી, મહીસાગર સામાન્ય વરસાદની આગાહી છે. તો અમરેલી, જૂનાગઢમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. પશ્ચિમ દિશાના પવનોના કારણે ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. હજી 2 દિવસ સુધી આ વાતાવરણના કારણે ગુજરાતમાં માવઠું આવશે. તેનાથી બે દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રીમાં ઘટાડો થશે. ડિસેમ્બર મહત્તમ અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઘટશે. પવન ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાકની રહેશે. 


ભારતનો પોલિટિકલ નક્શો બદલાયો : ચાર રાજ્યોના પરિણામોએ લોકસભાની દિશા નક્કી કરી, ક્યા કોની સરકાર છે જુઓ