ગુજરાત તરફ આવી રહ્યું મોટું ચક્રવાત, આ શહેરોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે
Gujarat Weather Forecast : ગુજરાતના લોકો પર ફરી ઉભુ થયું વાવાઝોડાનું સંકટ... 7થી 11 જૂન વચ્ચે ફૂંકાશે ભારે પવનો... અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ઉભુ થતાં ગાજવીજ અને ભારે પવન સાથે આવશે વરસાદ...
Ambalal Patel Prediction : ગુજરાતમાં ચોમાસું આવવાને હજી ઘણી વાર છે. કારણ કે, હજી કેરળમાં પણ ચોમાસું બેઠુ નથી. પરંતુ તે પહેલા જ ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળી જશે. ગુજરાતમાં ફરી એકવાર ચક્રવાત આવી રહ્યું છે. જેમાં વીજળીના કડાકાભડાકા સાથે ફરીથી વરસાદ આવશે. આ કારણે લોકોને ગરમીમાંથી મુક્તિ મળશે. અરબી સમુદ્રમાં 6 થી 9 જુનમાં ચક્રવાત ત્રાટકવાની સંભાવના છે. ત્યારે આજથી પાંચ દિવસ ગુજરતભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી પાંચ દિવસ 50 કિમીની ગતિએ પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ આવી રહેલા વાવાઝોડાના સંકટ વિશે જણાવ્યું કે, આગામી 5 દિવસ ગુજરાતનું વાતાવરણ સુક્કું રહેશે. કેટલાક સ્થળો પર લોકલ કનેક્ટિવ એક્ટિવિટીની સંભાવનાં છે. તો અમદાવાદમાં આજે સાંજે વરસાદની સંભાવનાં છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. આવામાં ગુજરાતમાં વાવાઝોડું આવે તેવી સંભાવનાઓ બની છે.
ગુજરાતમાં લોકસભાની 26 સીટોમાંથી 6 સીટ પર હારનો ડર, પાટીલ સહિત દિલ્હીને પણ ટેન્શન
વાવાઝોડું ક્યારે આવશે તે વિશે તેમણે કહ્યું કે, અરબી સમુદ્રમાં સર્કયુલેશન બનવાનું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના 5 તારીખે સાયક્લોનિક સરક્યુંકેશન બનશે. 7 જૂન આસપાસ સાયક્લોનિક સરક્યુલેસન લો પ્રેશર બની શકે છે. આ કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવશે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. વાવાઝોડાની અસરને પગલે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની વકી છે. અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી જઈ શકે છે.
મધરાતે બાબા બાગેશ્વરનો સિક્રેટ VIP દરબાર યોજાયો, ઊંચી કિંમતે ટિકિટ વેચાયાની ચર્ચા
આ પાંચ દિવસ ક્યા ક્યા વરસાદ પડશે
- 2-3 જૂન - બનાસકાંઠા, સાબરકાંઠા
- 3 જુન - બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નનવસારી, દમણ
- 4 જૂન - સૌરાષ્ટ્ર-કચ્છમાં 50 કિમી ઝડપે પવન ફૂંકાઈ શકે છે
- 5 જુન - બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદ
તો ચોમાસાની આગાહી વિશે કહ્યું કે, ચોમાસુ હાલ ભારતમાં આગળ વધી રહ્યું છે. ચોમાસું હાલ લક્ષદ્વીપ અને માલદીવ પાસે પહોંચ્યુ છે અને જલ્દી જ કેરળ પહોંચી જશે. કેરળ બાદ મહારાષ્ટ્ર અને ત્યાર બાદ ગુજરાતમાં પહોંચશે.
રાજકોટમાં બાબા બાગેશ્વરને લગ્ન વિશે એવો સવાલ પૂછાયો કે, શરમાઈ ગયા