Gujarat Weather Forecast : 15 તારીખે બપોરે 11થી 3 વાગ્યા વચ્ચે ગુજરાત સાથએ બિપરજોય વાવાઝોડુ ટકરાશે. પોરબંદર, ઓખા, બેટ દ્વારકા અને કચ્છમાં આ વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળશે. વાવાઝોડાની સચોટ દિશા હાલ નક્કી કરવી અસંભવ છે. કારણ કે, હજુ પણ વાવાઝોડાની દિશા બદલાઈ શકે છે. જો આવું થયુ તો ગુજરાત માટે રાહત સમાચાર બની રહેશે. પરંતું હાલ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડું 15 તારીખે બપોરે દરિયાકાંઠે ટકરાવવાનું અનુમાન છે. તેની ગતિ 125થી 135 કિમી પ્રતિ કલાકની રહેશે. જ્યારે તે ટકરાશે ત્યારે તેની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. પરંતુ આ વાવાઝોડુ કચ્છને વધુ અસર કરે તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


કચ્છમાં 25 વર્ષ બાદ વાવાઝોડું ત્રાટકશે
૧૯૯૮ બાદ ફરી એક વાર કચ્છ પર વાવાઝોડાનો ખતરો મંડરાયો છે. ૨૫ વર્ષ બાદ કચ્છ પર બિપોરજોયને લઈને ખતરો મંડરાઇ રહ્યો છે. ૯ જુન ૧૯૯૮ ના રોજ કંડલામાં વાવાઝોડું ત્રાટક્યુ હતું. જે એક્સ્ટ્રીમ સિવિયર સાયક્લોન સ્વરૂપે ટકરાયું હતું. અનેક લોકોના આ વાવાઝોડામાં મોત હતા. તો કચ્છની અબજોની સંપત્તિને નિકસાન થયુ હતું. તે સમયે વીજળીના 40 હજારથી વધારે થાંભલા ધરાશાયી થયા હતા. મોટી સંખ્યાના ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થતાં લાંબા સમય સુધી વિજપુરવઠો ખોરવાયો હતો. તે સમયે કંડલા પોર્ટને કરોડોનું નુકસાન થયું હતું. તો મીઠા ઉદ્યોગની નુકસાનીનો અંદાજ 15૦ કરોડ કરતાં વધારેનો હતો. ઓઇલ કાર્ગો, ક્રેઇન, આગબોટ, વે-બ્રીજ બાર્જીસ ઉપરાંત હજારો ટન ઘઉં, સેંકડો ટન  ખાંડ, ૧૧૦૦૦ કરતાં વધારે ટન તેલીબિયા નષ્ટ થયા હતા. કચ્છના બાગાયતી પાકને મોટાપાયે નુકસાન થયુ હતુ. ભચાઉના કાંઠાળ વિસ્તારમાં અનેક ઊંટ મૃત્યુ પામ્યા હતા. પાટા ધોવાઇ જવાથી રેલવે અને ઇફકોને મોટું નુકસાની થઈ હતી. ફરી વાર વર્ષ ૧૯૯૮નું પુનરાવર્તન થવાનો ડર કચ્છવાસીઓને સતાવી રહ્યો છે. 



 


કચ્છમાં વાવાઝોડાની અસર વધુ રહેશે 
રાહત કમિશનર અશોક પાંડેએ વાવાઝોડાની માહિતી આપતા જણાવ્યું કે, ૧૪ અને ૧૫ તારીખે કચ્છની આસપાસ વાવાઝોડાની વધારે અસર રહેશે. કચ્છ અને કરાંચી વચ્ચે બિપોરજોય ટકરાવાની શક્યતા સૌથી વધુ છે. વાવાઝોડા દરમિાયન કચ્છ, જામનગર, મોરબી, દ્વારકા અને ગીરરસોમનાથમાં ભારે અસર થશે. અને જો વાવાઝોડું વધારે ઉપર જાય તો બનાસકાંઠા અને પાટણને પણ અસર કરી શકે છે. 



 


મંત્રીઓને જિલ્લા મુજબ વાવાઝોડાની કામગીરી સોંપાઈ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્ય ના દરિયાઈ વિસ્તાર ના જિલ્લાઓ માં સંભવિત બીપ્રોજોય વાવાઝોડા ની અસર સામે જિલ્લા તંત્રએ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે. તદનુસાર, કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચી જવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.