દ્વારકા મંદિર પાસે વાવાઝોડાનો જોરદાર પવન ફૂંકાતા આજે નહિ ચઢાવાય ધજા, પ્રસાદ રૂપે ધજા ધરાવાશે
Gujarat Weather Forecast : આજે સતત બીજા દિવસે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી,,, કચ્છ, દ્વારકા, અમરેલી, જામનગર, પોરબંદર અને રાજકોટમાં પડી શકે છે મધ્યમ વરસાદ,,,
Ambalal Patel Prediction : 15 જુને વાવાઝોડું ગુજરાત પર ટકરાવાનું છે. પરંતુ તે પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજોય ચક્રવાતની અસર શરૂ થઈ ગઈ છે. મોડી રાતથી જિલ્લામાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ શરૂ થયો છે. દ્વારકાના દરિયાકાંઠે, ગોમતીઘાટ અને શિવરાજપુર બીચ પર કલમ 144 લાગુ કરાઈ છે. તો 16 તારીખ સુધી જાહેરનામું લાગુ રહેશે. અધિક કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા હોટેલ સંચાલકોને પ્રવાસીઓનું બુકીંગ ન લેવા આદેશ કર્યો છે. તો સાથે જ દ્વારકા મંદિરમાં આજે ધજા નહિ ચડાવી શકાય. માત્ર દ્વારકાધીશને ધજાને પ્રસાદના રૂપે ધરવામાં આવશે. ભારે પવન અને વરસાદને કારણે ધજા ચઢાવવી શક્ય ન હોવાથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. જોકે, દર્શનાર્થીઓ માટે મંદિરમાં દર્શન બંધ કરવામાં આવે તેવી પણ શકયતા છે. પરંતુ હાલ તો મંદિરના દ્વારા ભક્તો માટે ખુલ્લા છે. વહેલી સવારથી જ દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. સવારથી 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે.
ત્રીજીવાર વાવાઝોડાએ બદલી દિશા, સાયક્લોન કેટેગરીથી એક સ્ટેજ નીચે ઉતર્યું, હવે શુ થશે?
દીવ, સોમનાથ જતી બસ રદ
બીપોરજોય વાવાઝોડાની અસર એસટી વિભાગમાં દેખાઈ છે. રાજકોટ એસટી વિભાગ દ્વારા કેટલાક રૂટની બસ રદ કરાઈ છે. આજથી ત્રણ દિવસ માટે રાજકોટથી દીવ, સોમનાથ અને નારાયણ સરોવરની બસ રદ કરાઈ છે. વીજ પોલ કે ઝાડે નીચે એસટી બસ ઊભી ન રાખવા ડ્રાઇવર કંડક્ટરને સૂચના અપાઈ છે.
લગ્નસરાની સીઝનમાં વાવાઝોડાનું વિધ્ન : મંડપ ઉડશે એ બીકે મુરતિયાઓએ લગ્ન કેન્સલ કર્યાં
સૌરાષ્ટ્ર જતી ટ્રેન રદ કરાઈ
બિપરજોય વાવાઝોડાના સંભવિત અસરના કારણે ટ્રેન રદ કરાઈ છે. આ કારણે સૌરાષ્ટ્રથી મુંબઈ જતી ટ્રેન રદ કરાતા મુસાફરો અટવાયા છે. 100 થી વધુ ટ્રેન રદ કરાતા મુસાફરોને અસર થશે. વડોદરા ડિવિઝનના 12 હજાર મુસાફરો અને 7 હજાર પાસ હોલ્ડરોને અસર થશે. 14 અને 15 જૂને મુસાફરોએ મુસાફરી પહેલા ટ્રેનની સ્થિતિ જાણી લેવા અનુરોધ કરાયો છે. ભુજ-મુંબઈ કચ્છ એક્સપ્રેસ, ગુજરાત મેલ, સોમનાથ એકસપ્રેસ, સયાજીનગરી એકસપ્રેસ, ભુજ - બરેલી એકસપ્રેસ ટ્રેન રદ કરાઈ અને રૂટમાં ફેરફાર કરાયો છે.
આજે અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. બિપરજોય વાવાઝોડાને કારણે શહેરમાં પવનની લહેર જોવા મળી છે. શહેરમાં સવારના સમયે ઠંડા પવનની લહેર છવાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે 30-40 km /h ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. પવનની અસર સાબરમતી નદી ઉપર દેખાઈ. રિવરફ્રન્ટમાં સ્થિર રહેતા પાણીમાં આજે પવનના કારણે ગતિ જોવા મળી.