બ્રિજેશ દોશી/ગાંધીનગર: ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર બન્યા છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ વરસાદી વાતાવરણ રહવાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. વાદળછાયા વાતાવરણના કારણે વિઝિબિલિટી પર અસર  થશે. હજુ બે દિવસ વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોના પાકને નુકસાન થતાં ખેડૂતો પરેશાન થયા છે. જો કે બે દિવસ બાદ ગુજરાતમાં ક્યાંય વરસાદ જોવા મળશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી બાજુ હાલ એક મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં આગામી 3 કલાકની હવામાન આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાકમાં 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.


અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં 48 કલાક કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં આજે આફતનો વરસાદ પડ્યો છે. હજુ પણ બે દિવસ સુધી રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લૉ પ્રેશર સિસ્ટમની દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અસર પડશે.  માવઠાના કારણે શિયાળુ પાકને ભારે નુકસાનની ભીતિ છે.


ગાયો પ્લાસ્ટિક ખાઈને જીવે છે, અને આ આખલાઓ ગૌચરની જમીન ખાઈ જાય છે: પરેશ ધાનાણી


સુરત ગ્રામ્ય વિસ્તારમાં ભારે કમોસમી વરસાદ પડી રહ્યો હોવાના સમાચાર છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં નેશનલ હાઇવે તુલસી હોટલ નજીક આવેલ વિજકંપનીના ટ્રાન્સફોર્મર ડી.પી પર વીજળી પડતા ડી.પીમાં આગ ફાટી નીકળી છે.


બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે. પાલનપુર માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી સહિતનો પાક પલળી જતાં ખેડૂતો અને વેપારીઓને નુકસાન થયું છે. ડીસા, લાખણી, કાંકરેજ, દાંતા, ભાભર અને થરાદ સહિતના વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે. હવામાન વિભાગની આગાહીને પગલે તંત્રએ માલના સુરક્ષિત સ્થળે ખસેડવા માટેની સૂચના આપી હતી. જો કે જગ્યાના અભાવે માલ સુરક્ષિત સ્થળે ન ખસેડી શકાતા પાક પલળી ગયો છે.


મોરબીના માળિયા તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. બોડકી, ઝીંઝુડા, કુંભારિયા અને ખાખરેચીમાં કમોસમી વરસાદ વરસતા ખેતરમાં તૈયાર થયેલો પાક પલળી ગયો છે. મગફળી અને કપાસ સહિતનો પાક પાણીમાં પલળી જતાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા મોરબી જિલ્લાના ખેડૂતો ચિંતામાં ગરકાવ થયા છે.


શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત: 'ધોરણ 9થી 12માં હવે પ્રાકૃતિક ખેતીના પાઠ ભણાવાશે'


પાટણ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદથી એરંડાના પાકમાં જીવાત પડે તેવી ભિતી ખેડૂતો સેવી રહ્યા છે. એરંડાનો પાક નિષ્ફળ જશે તો ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિનું નિર્માણ થશે. ઉલ્લેખનીય છે કે પહેલા વરસાદ ખેંચાયો અને બાદમાં ભારે વરસાદ વરસતા ઉભો પાક નિષ્ફળ ગયો. ત્યારે રવિ પાકની સિઝનમાં સારી આવક મળશે તેવી ખેડૂતોને આશા હતી. પરંતુ કમોસમી વરસાદથી ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે.


કચ્છના અનેક વિસ્તારમાં ભર શિયાળે માવઠું થયું..વાગડ, રાપર, ખેંગારપર માવઠાથી ખેડૂતો અને પશુપાલકોને ભારે નુકસાન થયું છે..માવઠાથી ગવાર, મગફળી સહિતના પાક અને ઘાસચારાને ભારે નુકસાન થયું છે. તો વાદળછાયા વાતાવરણથી એરંડાના પાકમાં રોગચાળાનો ખેડૂતોને ભય સતાવી રહ્યો છે. તો રાપર, ભચાઉં, અંજાર અને ભુજમાં માવઠાથી ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. જેથી ખેતરમાં ઊભા પાકમાં ભારે નુકસાન થયું છે. તો રવિ પાકના વાવેતર પર માવઠાની અસર વર્તાશે. ખેડૂતોનું કહેવું છે પહેલાં અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન થયું હતું.


વાસના સંતોષવા યુવકને વૃદ્ધે બ્લેકમેલ કર્યો, અમદાવાદની ચોંકાવનારી ઘટનામાં સૌથી મોટો ખુલાસો


ઉત્તર ગુજરાતમાં માવઠાનો માર પડ્યો છે. બનાસકાંઠાના કાંકરેજમાં કમોસમી વરસાદથી રવિ પાકને નુકસાન થયું છે. ભર શિયાળે વરસાદથી ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે.  શિહોરી, ખારીયા, ખીમાણાં, થરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં  વરસાદ વરસ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube