Ambalal Patel Prediction : ગુજરાત તરફ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગુજરાતના તટીય ક્ષેત્રે અનેક વિસ્તારોમાં વાવાઝોડાએ તારાજી સર્જવાની શરૂ કરી દીધી છે. આવામાં હવે મોતના આંકડા ધીમે ધીમે વધી રહ્યાં છે. તોફાનને પગલે ગુજરાતમાં 4 લોકોના મોત નિપજ્યા છે. જેમાં બે બાળકો ભૂજના છે. આ બંને બાળકો પર દીવાલ તૂટી પડી હતી. તો રાજકોટમાં એક મહિલા પર વૃક્ષ પડ્યુ હતું. તો પોરબંદરમાં જમીન ઘસતા એકનુ મોત નિપજ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોરબંદરમાં એકનું મોત
વેરાવળમાં છેલ્લા એક જ દિવસમાં 10 ઈચ જેટલો ભારે વરસાદ પડતા વેરાવળ ગ્રામ્ય વિસ્તારમાં નાળિયેરીના પાકોને ભારે નુકસાન જોવા મળ્યું છે. બગીચાઓ બેટ બન્યા, તો ભારે પવનથી અનેક નાળિયેરીના ઝાડ જમીન દોસ્ત થયા છે. પોરબંદરમાં ભારે વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા છે. ચોપાટી ગેટથી એનએફસી તરફ જવાના રોડ પર વરસાદ બાદ પાણી ભરાયા છે. પોરબંદરમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે. વાવાઝોડા બિપોરજોયના કારણે ફૂંકાઈ રહેલા ભારે પવનના કારણે મકાન ધરાશાયી થયું છે.


 


આ રીતે વરસાદને બોલાવે છે ગુજરાતના પારસી : ઘી-ખીચડી સાથે જોડાયેલી આ પરંપરા


જસદણમાં મહિલા પર વૃક્ષ પડ્યું 
જસદણના કમળાપુર પાસે વૃક્ષ ધરાશયી થતા મહિલાનું મુત્યુ થયું હતું. ગઈકાલે જસદણ કમળાપુર રોડ પર ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થઈને બાઈક પર જતાં પતિ પત્ની પર પડ્યુ હતું. વૃક્ષ પડતા પત્નીનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં પતિને સામાન્ય ઇજા પહોંચી હતી. વર્ષાબેન ભાવેશભાઈ બાવળીયા નામની મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. 


 


કુદરતે ગુજરાતને ફરી રૌદ્ર રૂપ બતાવ્યું, જુઓ વાવાઝોડાના વિનાશ વેરતા 10 વીડિયો


પોરબંદરમાં વરસાદે વિરામ લીધો
તો બીજી તરફ, હાલ પોરબંદરમાં વરસાદે વિરામ લીધો છે.  ફરી તડકો નીકળતા હાલ રાહતના સમાચાર સામે આવ્યા છે. જોકે, પોરબંદરમાં તકેદારી રૂપે અત્યાર સુધી 550 લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. બપોરે 2.30 કલાકની સ્થિતિએ સાયક્લોન બિપરજોય પોરબંદરથી થોડું વધુ દૂર થયું છે. હાલ પોરબંદરથી વાવાઝોડું 320 કિમી દૂર પહોંચ્યું છે. પરંતુ દેવભૂમિ દ્વારકા, જખૌ અને નલિયાથી અંતર ઓછું થયું છે. હાલ વાવાઝોડું દ્વારકાથી 290 કિમી અને જખૌથી 320 કિમી દૂર છે. તો નલિયાથી 330 કિમિ દૂર છે. 
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે છેલ્લા 48 કલાક દરમિયાન 20 હજારથી વધુ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.


 


મુસાફરો આ ધ્યાનમાં રાખજો, વાવાઝોડાને કારણે આ રુટની ટ્રેનો અને બસ બંધ કરાઈ


રાહત કમિશનરે ઉમેર્યું કે, વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની ૧૭ અને SDRFની ૧૨ ટીમ તહેનાત કરાઇ છે. NDRFની કચ્છમાં ૪, દેવભૂમિ દ્વારકામાં ૩, રાજકોટમાં ૩, જામનગરમાં ૨ અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. આ ઉપરાંત વડોદરા ખાતે ૩ અને ગાંધીનગર ખાતે ૧ ટીમ રિઝર્વ રખાઈ છે. SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે. 


 


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતમાં 15 જુને સાંજે અહી સીધુ ટકરાશે વાવાઝોડું


પાંડેએ કહ્યું હતું કે, દરિયાકિનારાના પ્રભાવિત જિલ્લાઓમાં સરકારી શાળાઓ-કચેરીઓમાં સલામત સ્થળોએ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં રહેવા, ખાવા-પીવા તેમજ દવા સહિતની તમામ જરૂરી વ્યવસથા કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના સ્થળોએ હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી  હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં તબીબી સ્ટાફ તેમજ દવા સહિતનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.


હવામાન વિભાગની વાવાઝોડા અંગેની આગોતરી જાણ બાદ માછીમારો સલામત રીતે પરત ફર્યા છે. બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે.


વાવાઝોડા વચ્ચે કોસ્ટગાર્ડ બન્યું સંકટમોચક, મધદરિયે ફસાયેલા 50 લોકોનો જીવ બચાવ્યો