Gujarat Weather Forecast/ઝી બ્યૂરો, અમદાવાદઃ એક તરફ ચમાસાએ વિદાય લઈ લીધાંનું હવામાન વિભાગ પણ કન્ફોર્મ કરી ચુક્યું છે. ત્યાર બાદ ગુજરાત સહિત દેશભરમાં ધીરે ધીરે ઠંડીની શરૂઆત પણ થઈ ચુકી છે. એવામાં પાછું વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી શકે છે આગામી ચારથી પાંચ દિવસ કેટલાંક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. વરસાદની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે હવામાન વિભાગની આગાહીએ લોકોની ચિંતા વધારી દીધી છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જી હા...શિયાળા વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરતા ગુજરાતના ખેડૂતોમાં ચિંતામાં આવી ગયા છે. રાજ્યમાં આગામી 2 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ત્યારબાદ વરસાદી માહોલ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આજથી વાતાવરણ પલટાશે, જેની અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એમા પણ ખાસ કરીને મહારાષ્ટ્રના બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારોને મોટી અસર થશે. જેમકે વલસાડ, વાપી, ઉદવાડા, ધરમપુર, સેલવાસામાં હવામાનમાં પલટો આવશે. તો એકલ દોકલ જગ્યાએ એકદમ સામાન્ય છૂટાછવાયા માવઠા થઇ શકે છે.  સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 24થી 26 તારીખમાં માવઠું થઇ શકે છે. જોકે, તે પણ એકદમ સામાન્ય માવઠું હશે અને સામાન્ય અને સાર્વત્રિક વરસાદ નહીં પડે પરંતુ છૂટાછવાયો વરસાદ હશે.


આવતીકાલે ક્યાં ક્યાં વરસાદની સંભાવના?
24 નવેમ્બરે વલસાડ, નવસારી, ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે 25 નવેમ્બરે દક્ષિણ ગુજરાત તેમજ દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અમેરલી, ગીરસોમનાથ અને બોટાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે.


25 અને 26 નવેમ્બરે ક્યાં થઈ શકે છે વરસાદ?
25 નવેમ્બરે દક્ષિણ ગુજરાત તેમજ દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અમેરલી, ગીરસોમનાથ અને બોટાદ સહિત કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. 26 નવેમ્બરે પુરા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે તો જણાવ્યું છે કે, આ વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ થશે. ઇસ્ટર્નલી પવન અને ભેજ રહેતા રાજ્યમાં વરસાદી માહોલ બનશે


દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી-
હવામાન વિભાગે પણ કમોસમી વરસાદની આગાહી કરી દીધી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. 25 થી 26 નવેમ્બર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ તાપમાન ધીમે ધીમે ઘટવાનું અનુમાન છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે. જેના કારણે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા છે. 


ઠંડીની આગાહી-
રાજ્યવાસીઓને ઠંડીનો અનુભવ થઈ શકે છે. બે દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી કરતા વધુ ઘટાડો આવી શકે છે. જોકે, હવામાન વિભાગની આગાહી અનુસાર, હાલ વરસાદને લઈને કોઈ શકયતા નથી. કેટલાક સ્થળો પર વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. હવામાન વિભાગના ડાયેરક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, દિવસ અને રાત્રી દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. બે ડિગ્રી જેટલું તાપમાન અપ એન્ડ ડાઉન રહી શકે છે. દિવસ દરમિયાન 35 ડિગ્રી આસપાસ અને રાત્રે 20 ડિગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. ડિસેમ્બર અંતમાં ઠંડીનો ખરો ચમકારો અનુભવ થશે. હાલ કોઈ સિસ્ટમ ગુજરાતને લઈને સક્રિય નથી. માત્ર લોકલ એક્ટિવિટીના કારણે છેલ્લા બે દિવસમાં રાજ્યમાં કેટલાક સ્થળો પર વરસાદી માહોલ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.