ભારે કરી! એકબાજુ હીટવેવની આગાહી તો બીજી બાજુ ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી, સાચવીને રહેજો
Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલના સમયમાં પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત કયા વિસ્તારોમાં હીટવેવની આગાહી છે તે પણ જાણવું જરૂરી છે.
Gujarat Weather Forecast: કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ક્યાંક હીટવેવથી હેરાનગતિ તો ક્યાંક વરસાદ વરસી રહ્યો છે. હવે દેશમાં કાગડોળે ચોમાસાની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે કે 31મી મેની આજુબાજુ કેરળમાં દસ્તક દઈ શકે છે. એવા પણ સંકેતો છેકે મહારાષ્ટ્ર, પૂર્વોત્તર અને પ્રાયદ્વીપીય ભારતમાં પણ ચોમાસાની એન્ટ્રી સમયસર થઈ શકે છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાની પધારમણી 1 જૂનની આજુબાજુ થતી હોય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 19 જૂનથી 30 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થવાના એંધાણ છે. જો કે તે પહેલા ગુજરાતમાં હાલના સમયમાં પણ કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત કયા વિસ્તારોમાં હીટવેવની આગાહી છે તે પણ જાણવું જરૂરી છે.
વરસાદની આગાહી
રાજ્ય હવામાન ખાતાએ ગુરુવારે આગાહી કરી હતી કે 24 કલાકમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદ ,બનાસકાંઠા, પાટણ ,મહેસાણા ,દાહોદમાં વરસાદની આગાહી કરેલી છે. ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર સાયકલોનીક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે.
હીટવેવની આગાહી
આ ઉપરાંત હવામાન ખાતાએ જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ વલસાડ અને સુરતમાં હીટ વેવ ની આગાહી છે. પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 43 ડિગ્રી પાર જવાની શક્યતા છે. રાજ્યના નવ જિલ્લાઓનું તાપમાન 42 ડિગ્રી પાર જતા યેલો અલર્ટ અપાયેલું છે. અમદાવાદ અને ડીસામાં રાજ્યમાં સૌથી વધુ 43.6 ડિગ્રી તાપમાન ગઈ કાલે નોંધાયું છે. ગ્રીન સીટી ગાંધીનગરમાં પણ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું. વલ્લભ વિદ્યાનગરમાં 42.5 વડોદરામાં 42.2 ભુજમાં 42.9 કંડલા એરપોર્ટ 42.5 રાજકોટ 42.4 સુરેન્દ્રનગર 42.3 ડીગ્રી તાપમાન નોંધાયુ છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube