Ambalal Patel Prediction : વાવાઝોડું જતુ રહ્યું છે એવુ નથી. ગુજરાત પર વાવાઝોડાનું સંકટ હજી પણ યથાવત છે. કચ્છ બાદ હવે બિપોરજોય વાવાઝોડાનો કહેર ઉત્તર ગુજરાત પર વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું. 41 સી 61 કિલોમીટરની ઝડપે પવન અને ઠંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે ભારે વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે આખુ ગુજરાત હાલ વરસાદના બાનમાં છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં હાલ વરસાદ જ વરસાદ છે. ખાસ કરીને બનાસકાંઠાની સ્થિતિ વણસી. રાતભર પડેલા વરસાદથી આખું બનાસકાંઠા જળબંબાકાર બન્યુ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. તો ભારે તારાજી સર્જાઈ છે. બનાસકાંઠામાં આજે આખો દિવસ ભારે વરસાદની આગાહી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં મોડી રાત્રિથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાસાઈ થયા છે તો પાલનપુરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે અમદાવાદ-આબુ હાઇવે ઉપર પાણી ભરાતા અમદાવાદથી 
પાલનપુર થઈને આબુરોડ જવાનો રસ્તો બ્લોક કરાયો છે અને આબુરોડ જતા વાહનોનું પાલનપુર થી ચંડીસર અને ત્યાંથી વાઘરોણ થઈને ચિત્રાસણી થઈ આબુરોડ તરફ ડાયવજન અપાયું છે તો આબુરોડથી અમદાવાદ તરફ આવતા માર્ગ ઉપર પણ ભારે પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે મોટા વાહનો મહામુસીબતે પસાર થઈ રહ્યા છે તો નાના વાહનો આ રસ્તે આવવાનું ટાળી રહ્યા છે તો નેશનલ હાઇવે ઉપર ખાડા પડી જતા એક કાર પાણીમાં ફસાઈ હતી જોકે કાર ચાલક અને સ્થાનિક લોકોએ અનેક પ્રયત્નો કર્યા છતાં કાર બહાર ન નીકળતા ટ્રાફિક જામના દર્શયો સર્જાયા હતા જોકે  હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં હજુ પણ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેને લઈને હજુ વધુ વરસાદ પડે તો જનજીવન ઉપર ભારે અસર પડી શકે છે.



બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતથી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે  જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેને લઈને જિલ્લા માંથી પસાર થતા અનેક હાઇવે અને માર્ગો ઉપર વૃક્ષો ધરાસાઈ થયા છે તો ભારે પવન સાથે પડી રહેલા વરસાદના કારણે હાઇવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે પવન અને વરસાદના કારણે વિઝીબીલીટી ઘટતાં વાહન ચાલકો લાઈટો ચાલુ રાખીને ધીમેથી પસાર થઈ રહ્યા છે જોકે હજુ બનાસકાંઠામાં ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગની આગાહી છે જો વધુ વરસાદ પડે તો સ્થતિ વિકટ બને તેવી શક્યતાઓ છે.


પાલનપુર જળમગ્ન
બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. ભારે વરસાદથી પાલનપુરના રસ્તાઓ જળમગ્ન થયા છે. અમદાવાદથી પાલનપુર જતો હાઈવે બ્લોક થયો છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છે. તો પાલનપુર- અંબાજી હાઇવે પર પણ પામી ભરાયા છે. વીરપુર પાટિયા પાસે હાઇવે ઉપર ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. અંબાજી- દાંતા જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં વાવાઝોડા અને વરસાદથી અનેક રસ્તાઓ બંધ થયા છે. 


બીજી તરફ, બનાસકાંઠામાં ભારે વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા છે. ધાનેરા-પાંથાવાડાને જોડતાં હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષ ધરાશાયી થતાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે. લાખણી દિયોદર થરાદ સહિતના વિસ્તારમાં નુકસાની થઈ છે. તેમજ બિપોરજોય વાવાઝોડાની બનાસકાંઠામાં ભારે અસર જોવા મળી. 



નડાબેટ બીએસએફ ચોકીને નુકસાન
બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભારે અસર વર્તાઈ રહી છે. નડાબેટ પર રહેલી BSF ચોકીને ભારે નુકસાન થયું છે. ચોકીના પતરાં ભારે પવનથી ઊડ્યા છે. ચોકીમાં જવાનોનો સામમાન અસ્તવ્યસ્ત થયો છે. ચોકીની છત ઊડતાં પાણી અંદર ભરાયા છે. 


પાટણમાં પણ ભારે વરસાદથી તારાજી 
પાટણ શહેર સહીત જિલ્લા માં હવામાન વિભાગ ની આગાહી ને પગલે છેલ્લા બે દિવસ થી અનરાધાર વરસાદ વર્ષી રહ્યો છૅ જેને લઇ જન જીવન પ્રભાવિત બનવા પામ્યું છૅ સતત વરસાદ ને લઇ નીચાણ વાળા વિસ્તાર માં પાણી ગરકાવ થઇ જતા રાહ દારીઓ અને વાહન ચલાકો ને ભારે હાલાકી નો સામનો કરવા નો વારો આવ્યો છૅ તો પાટણ માં વરસાદ ને લઇ ખાલકશા પીર વિસ્તાર ના નીચાણ વાળો હોઈ પાણી ભરાઈ જતા આ વિસ્તાર ની 20 થી વધુ સોસાયટી ના લોકો ને અવર જવર કરવી પણ મુશ્કેલ બનવા પામ્યું છૅ તેમજ વાહન ચલાકો ને પણ અવર જવર કરવી મુશ્કેલ બનવા પામી છૅ તો જિલ્લાબમાં વરસાદ ની વાત કરીયે તો 24 કલાક દરમ્યાન રાધનપુર 5.5 ઇંચ, સાંતલપુર 3 ઇંચ, હારીજ 3.5 ઇંચ, પાટણ 2 ઇંચ, સિદ્ધપુર 2 ઇંચ, સમી 2.5 ઇંચ, સરસ્વતી 1.5 ઇંચ, ચાણસ્મા અને શંખેશ્વર માં 1 ઇંચ થી વધુ વરસાદ વર્ષયો હતો અને હાલ પાણી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છૅ....


સાબરકાંઠા પણ વરસાદના બાનમાં 
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક ઇંચ થી લઈને પોણા ચાર ઇંચ વરસાદ ભારે પવન સાથે વરસ્યો હતો જેને લઈને હિમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાયા હતા તો હિંમતનગરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેને લઈને શહેરના માચીસ ફેક્ટરી વિસ્તાર,ટાવર ચોક થી ઓવરબ્રિજ જવાના માર્ગે,સબજેલ આગળ રોડ પર,ખેડ તસિયા રોડ પર ટીપી રોડ પર અને મોતીપુરા વિસ્તારમાં પસાર થતા ફોર લેન નેશનલ હાઇવે નું સિક્સ લેનમાં કામ ચાલી રહ્યું છે જે છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું છે.ત્યારે વરસાદ પડવાને લઈને પાણીના નિકાલના અભાવે રોડ પર પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે તો સ્થાનિક વેપારીઓની રોજી રોટી પર અસર વર્તાય છે પરંતુ નગરોળ તંત્ર કોઈની વાત સાંભળતું નથી પરિણામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.