Gujarat News: અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી દિવસોમાં ચોમાસાના વરસાદની શરૂઆત થવાના હવામાન ખાતા દ્વારા સંકેતો અપાયા છે. આગામી 4 દિવસમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બે દિવસ રહી શકે છે ભારે
તારીખ 25 અને 26 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. મધ્ય ગુજરાતના નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં રવિવારે તેમજ ભરૂચ, વડોદરા, અને સુરતમાં સોમવારે ભારે વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં રવિવારથી ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ શરૂ થવાના પણ સંકેત અપાયા ચે. 


અત્રે જણાવવાનું કે હવામાન ખાતાની આગાહી મુજબ રવિવારે નર્મદા, છોટા ઉદેપુર, અને વડોદરામાં વરસાદ પડશે જ્યારે સોમવારે વડોદરા, ભરૂચ અને સુરતમાં વરસાદની આગાહી કરાઈ છે. અખબારી યાદીમાં હવામાન ખાતાએ જણાવ્યું છે કે નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, સુરત, તાપી, મહિસાગર, ડાંગ, ગીર સોમનાથ અમેરેલીમાં શનિવારે હળવો પરસાદ પડી શકે છે. 


Ambalal Patel Rain Prediction: આ 3 તારીખે રહેજો સાવધાન...ગુજરાતના અનેક જિલ્લાઓ થશે જળબંબાકાર!


પારકી પરણેતર સાથે હોટલના વાયરલ થયેલા Video અંગે AAP ધારાસભ્યે આપ્યું મોટું નિવેદન


ક્યાં સુધી આકરા તાપમાં તપવું પડશે, જાણો ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ


રામાયણ નિર્માતા રામાનંદ સાગર અભ્યાસ માટે આવ્યા હતા ગુજરાત,પછી સીરિયલ માટે સાહસ કર્યુ


જ્યારે રવિવારે પંચમહાલ, આણંદ, દાહોદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. સોમવારે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, રાજકોટ, દાહોદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર બોટાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube