Gujarat Rain Prediction: જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ બાદ ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ જાણે રિસામણા લીધા એવું જણાયું. હવે સપ્ટેમ્બર મહિનો કેવો જશે એની ચિંતા પેઠી છે. ખેડૂતો પણ વરસાદની સંતાકૂકડીથી ચિંતાતૂર બન્યા છે. હવામાન વિભાગે આગામી 7 દિવસની વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાએ એવું પણ જણાવ્યું કે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો પણ થઈ શકે છે. બીજી બાજુ અંબાલાલ પટેલની આગાહી શું કહે છે તે પણ ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 7 દિવસ કેવા રહેશે
હવામાન ખાતાએ આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા નહિવત હોવાની આગાહી કરી છે. હવામાન ખાતાના અભિમન્યુ ચૌહાણે કહ્યું કે  દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. આ સાથે સુરત, વલસાડ,નવસારી,તાપીમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર માં વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. 


વધુ વિગતો માટે જુઓ વીડિયો


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube