Ambalal Patel Prediction : બિપોરજોય વાવાઝોડાની દહેશત વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોનું વાતાવરણ પલટાયું છે. ગીર સોમનાથ, દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. આવામાં હવે વાવાઝોડું ગુજરાતથી વધુ નજીક આવી રહ્યું છે. દ્વારકા બાદ કચ્છમાં 13થી 15 જૂન સુધી શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી. તો કચ્છના દરિયા કાંઠે 12થી 16 જૂન સુધી કલમ 144 લાગુ કરાઈ છે. કચ્છ-સૌરાષ્ટ્રમાંથી અનેક લોકોનું સ્થળાંતરણ કરાઈ રહ્યું છે. રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે, વાવાઝોડાના ખતરાના એલર્ટ રૂપે ગીર સોમનાથના સુત્રાપાડાના ૧૫૦ લોકોને સ્થળાંતરિત કરાયા છે. તો કચ્છમાં ૩ હજાર લોકોનુ સ્થળાંતર કરાઈ રહ્યું છે. ઓખામાં સ્થળાંતર થયું છે. આવતીકાલ સવારથી મોટા પ્રમાણમાં સ્થળાંતર પ્રક્રિયા હાથ ધરાશે. કોસ્ટલ ૨૫ તાલુકામાં ૨૬૭ ગામો દરિયા કિનારાના છે. જે ૧૦ કિમીની અંદર આવે છે અને અહીં ૧૨.૨૭ લાખ લોકો રહે છે. તેમાં કાચા મકાનોમા રહેતા અને સગર્ભાઓ સિનિયર સિટિઝન બાળકોને સ્થળાંતરિત કરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડામાં દ્વારકા મંદિરમાં બે ધજા ચડાવાઈ, પૂજારીએ જણાવ્યું આ પાછળનું કારણ


કંડલા બંદર ખાલી કરાયું 
કચ્છમાં કોટેશ્વર-નારાયણસરોવર મંદિર બંધ કરાયો છે. તો બિપોરજોય વાવઝોડાંને લઈને કંડલા બંદર વિસ્તાર ખાલી કરાવાયો છે. અંદાજે 700 લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું છે. મોટાભાગના માછીમારો બોટ લાંગરીને વતન પરત ફરી ચૂક્યા છે. જ્યારે રહી ગયેલા લોકોને આજ સાંજ સુધીમાં સ્થળાંતરીત કરી લેવાશે.



 


વાવાઝોડામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, જુઓ 4 દિવસનો ચાર્ટ ક્યાં ક્યાં વરસાદ પડશે


નલિયામાં પણ સ્થળાંતર શરૂ કરાયું 
બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છના જખૌના કાંઠા વિસ્તારના ગામોને સ્થળાંતરની સૂચના અપાઈ. નલિયા પ્રાંત અધિકારી દ્વારા મિટિંગ બોલાવાઈ. જેમાં કાંઠા વિસ્તારના 2 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોને સ્થળાંતર કરવાની સૂચના અપાઈ. સ્થળાંતર માટે નલિયા પ્રાંત અધિકારીએ અધિકારીઓને સૂચના આપી. 20 જેટલા ગામોને નજીકના સુરક્ષિત સ્થાને ખસેડવા કામગીરી શરૂ કરાશે. 


 


સંકટના સિગ્નલથી કચ્છ માત્ર એક ડગલુ દૂર : કંડલામાં લાગ્યું અતિભયજનક 10 નંબરનું સિગ્નલ


જામનગરના તમામ બંદરો પર 10 
ઓખા, પોરબંદર, કંડલા અને નવલખી બંદરે સૌથી ભયજનક 10 નંબરનાં સિગ્નલ લગાવવામાં આવ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કાંઠે તેજ ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે. તો જામનગરના તમામ બંદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવાયા છે. જામનગર કચ્છ સહિતના દરિયા કિનારાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાઈ છે. જામનગર જિલ્લાના માછીમારો/ બોટ માલિકો/ આગેવાનો માટે 'બિપરજોય' વાવાઝોડાના પગલે પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા. દરિયાકાંઠા વિસ્તાર પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવાયો.


 


ગાંડાતૂર બનેલા દરિયાને શાંત કરવા પ્રાર્થનાઓનો દોર શરૂ, સરકારના નેતા ભગવાનના શરણે


લેટેસ્ટ અપડેટ : PM મોદી વાવાઝોડા માટે કરશે બેઠક, કચ્છની શાળાઓમાં 3 દિવસ રજા જાહેર