Ambalal Patel Prediction : બિપોરજોય વાવાઝોડું કેટલે પહોંચ્યું અને કેવી સ્થિતિમાં છે તેને લઈને લેટેસ્ટ અપડેટ આવી ગયા છે. વહેલી સવારે IMD એ નવું બુલેટિન જાહેર કર્યું છે. જે મુજબ બિપોરજોય વાવાઝોડું જખૌથી વધુ નજીક પહોંચ્યુ છે. તો હાલ વાવાઝોડાના કેન્દ્રબિંદુ કચ્છના જખૌ બંદરથી 200 કિ.મી. દૂર  છે. જે સાંજ સુધીમાં ટકરાઈ જશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 8 કલાક બાદ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું ત્રાટકશે. દર કલાકે 5 કિલોમીટર નજીક આવી રહ્યું છે વાવાઝોડું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 કલાક બાદ ગુજરાતમાં ત્રાટકશે બિપરજોય વાવાઝોડું
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે. અને આ સમય હોય શકે છે સાંજના 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીનો. અને એટલે જ ગુજરાત માટે આજે સાંજના 4 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીનો સમય ભારે છે. આજે કચ્છના જખૌ પોર્ટ નજીક  બિપરજોય વાવાઝોડું  ટકરાવાનું છે. હાલની સ્થિતિએ વાવાઝોડું કચ્છના જખૌથી 200 કિમી દૂર છે. જ્યારે દેવભૂમિ દ્રારકાથી 220 કિમી દૂર છે.તો કચ્છના નલિયાથી 225 કિમી દૂર  છે.જ્યારે પોરબંદરથી 290 કિમી દૂર  છે. વાવાઝોડું ત્રાટકશે ત્યારે તેની સૌથી વધુ અસર કચ્છ અને તેની આસપાસના જિલ્લા એટલે કે મોરબી, જામનગર, દ્વારકામાં સૌથી વધારે જોવા મળશે. કચ્છ અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન  થઈ શકે છે. હાલ બિપરજોય વેરી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મના સ્વરૂપમાં છે. વાવાઝોડું ટકરાય ત્યારે પવનની ગતિ 120 થી 130 કિલોમીટર પ્રતિ કલાક હોય શકે છે. ટકરાયા બાદ વાવાઝોડું ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈ જશે.


સંકટમાં દ્વારિકા નગરી! વાવાઝોડાને કારણે આ દિવસે બંધ રહેશે જગવિખ્યાત દ્વારકા મંદિર


ઓખામાં વાવાઝોડાની અસર શરૂ 
કચ્છના ઓખામાં બિપોરજોયની અસર દેખાવાનું શરૂ થઈ ગયું છે. ઓખા જેટી પર દરિયાકાંઠે પવનની ગતિમાં ભારે વધારો થયો છે. 60 કિમિ/કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. આજ સવારથી ધાબડીયા વાતાવરણ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો. ઓખા જેટી સંપૂર્ણપણે સજ્જડ બંધ કરવામાં આવી છે. ઓખા જેટી પર 5 હજાર જેટલી માછીમાર બોટ લાંગરવામાં આવી છે. ઓખા જેટલી તમામ ફેરી સર્વિસ બોટ બંધ કરાઈ છે. 


ગુજરાતમાં લોકડાઉન! : 2 દિવસ આ ગામોમાં બધું જ રહેશે બંધ, પોલીસ આપશે પરમિશન


આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી 
વાવાઝોડાની અસરને પગલે આજે ગુજરાતના 18 જિલ્લામાં વરસાદની આગાહી કરવામા આવી છે. કચ્છ, દ્વારકા અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે. તો મોરબી અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ બોટાદ, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. સુરેન્દ્રનગર અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદની આગાહી કરાઈ છે. 


અમદાવાદમાં થશે વાવાઝોડાની અસર, તંત્રની આ સૂચનાઓનો ખાસ અમલ કરજો


નેટવર્ક ન ખોરવાય તેવી વ્યવસ્થા 
બિપરજોયના સમયે ટેલિકોમ નેટવર્ક ન ખોરવાય એવા પ્રયાસ કરવામાં આવ્યા છે. ગુજરાતના સાત જિલ્લાઓ માટે ખાસ સુવિધા આપવામાં આવી છે. બિપરજોય દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારમાં કોઈપણ ટેલિકોમ નેટવર્કનો ઉપયોગ કરી શકાશે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરના મોબાઈલ યુઝર્સને આ સુવિધા મળશે. પોરબંદર, જામનગર, રાજકોટના મોબાઈલ યુઝર્સને નેટવર્ક મળે તેવી વ્યવસ્થા કરાઈ છે. જૂનાગઢ અને મોરબી જિલ્લામાં કોઈપણ નેટવર્કનો ઉપયોગ કરી શકાશે. એક નેટવર્કની સેવા ખોરવાય તો અન્ય નેટવર્કની સેવાનો ઉપયોગ કરી શકાશે. 17 જૂન સુધી સાત જિલ્લાના લોકોને સુવિધા આપવામાં આવી છે. 


કચ્છમાં વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ : જખૌ ફટાફટ ખાલી થવા લાગ્યું