વાવાઝોડામાં આંધી સાથે વરસાદ આવશે, ગુજરાતમાં ચાર દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast : આવતી કાલે સાંજે કચ્છના જખૌ બંદરે ટકરાશે વાવાઝોડું,,, 130થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી...
Ambalal Patel Prediction : ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.. આવતી કાલે સાંજે ગુજરાતના દરિયાકિનારે બિપરજોય વાવાઝોડું ટકરાશે. હાલ બિપરજોય વાવાઝોડું દ્વારકાથી 300 કિમી દૂર છે. તો જખૌ બંદરથી 290 કિમી દૂર છે..વાવાઝોડું પોરબંદરથી 350 કિમી દૂર છે. તો બિપરજોય વાવાઝોડું નલિયાથી 310 કિમી દૂર છે. હાલ બિપરજોય વાવાઝોડું વેરી સિવિયર સાયક્લોનના સ્વરૂપમાં છે. 15 જૂને સાંજે ગુજરાતના દરિયાકિનારે વાવાઝોડું ટકરાશે. કચ્છના માંડવીથી લઈને પાકિસ્તાનના કરાંચી વચ્ચે જખૌ બંદર નજીક વાવાઝોડું ટકરાશે. હાલના આંકડાને જોતા વાવાઝોડું પોરબંદર અને દ્વારકાના દરિયા કિનારારથી દૂર જઈ રહ્યું છે. જ્યારે કચ્છના જખૌ અને નલિયા તરફ આગળ વધી રહ્યું છે. જખૌથી વાવાઝોડું પસાર થશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની પડી શકે છે. 16 તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી.
વરસાદની આગાહી
વાવાઝોડાના પગલે આજે ગુજરાતના 12 જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ અને દ્વારકામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો પોરબંદર, જામનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, રાજકોટ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે. ગીર સોમનાથ અને ભાવનગર, ભરૂચ અને સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કુદરતે ગુજરાતને ફરી રૌદ્ર રૂપ બતાવ્યું, જુઓ વાવાઝોડાના વિનાશ વેરતા 10 વીડિયો
આગામી ચાર દિવસ વાવાઝોડાની સ્થિતિ શુ રહેશે
બુધવાર, 14 જુન
આજે કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદર અને મોરબીમાં અતિભારે વરસાદની આગાહી છે. ભરૂચ, સુરત, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. તો અન્ય વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડશે. પવનની ગતિની વાત કરીએ તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી ને ડાંગમાં 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદા, ભાવનગર અને અમરેલીમાં 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે. આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંરદ, જુનાગઢ, ગીર સોમનાથ ને કચ્છમાં 75 થી 85 કિમી સુધીનો પવન ફૂંકાવાની આગાહી છે.
ગુરુવાર, 15 જુન
કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને મોરબીમાં અતિભારે વરસાદ પડશે. જ્યારે બનાસકાંઠા પાટણ, મહેસાણા, સાબરકાઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડશે. પવન ફૂંકાવાની જે આગાહી કરાઈ છે તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા સાબરકાઠા, ગાંધીનગર, અવલી, ખેડા મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલીમાં ૫૦થી ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. જુનાગઢ અને ગીર સોમનાથમાં ૬૦થી ૮૦ કિમીની ઝડપે જ્યારે રાજકોટ અને પોરબંદરમાં ૮૦થી ૧૦૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. મોરબીમાં 120 કિમી સુધી અને દ્વારકા, જામનગર અને કચ્છમાં 135 કિમી સુધીનો પવન ફૂંકાશે.
શુક્રવાર, 16 જુન
બનાસકાંઠા, પાટણ, કચ્છ, મહેસાણા અને સાબરકાંઠા અને મોરબીમાં અતિભારે વરસાદ પડશે જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદ તેમજ સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જુનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે પવન ફૂંકાવાની આગાહી પર નજર કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ૫૦ કિમી સુધી પવન ફૂંકાશે. કચ્છ, મોરબી, જામનગર, દેવભુમિ દ્વારકા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાઠામાં ૬૫ કિમી સુધીનો પવન ફૂંકાવાની આગાહી છે.
શનિવાર, 17 જુન
બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ આવશે. જ્યારે પાટણ, મહેસાણા, ગાંધીનગર અવલ્લી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડશે. પવનની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, આણંદ, વડોદરા, દાહોડ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદરમાં પ્રતિક્લાકે ૪૦થી ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. બનાસકાઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ૫૫થી ૬૫ કિમીની ઝડપે જ્યારે દ્વારકા, જામનગર, મોરબી અને કચ્છમાં ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે.