Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં હજુ પણ 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ કારણે NDRFની ટીમ નવસારી તૈનાત કરાઈ છે. હવાામાન વિભગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને વલસાડ, નવસારી, સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો ગીર સોમનાથ અને દીવમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. નવસારીમાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની ટીમ પહોંચી ગઈ છે. આ ઉપરાંત માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં કેટલો વરસાદ 
આજે (સવારે છ વાગ્યા સુધી) છેલ્લા 24 કલાકમાં કુલ 184 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમા સૌથી વધુ વલસાડના પારડી અને વલસાડમાં 6.76 ઇંચ ખાબક્યો છે. તો બીજી બાજુ, હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.


પીનારાને નશો થઈ જાય તેવી ચા બનાવે છે આ સુરતી, ચામાં નાંખે છે જાતજાતના ફળો


ખુશખબરી છે ખુશખબરી! પેટ્રોલ-ડીઝલ ઘટવાના આ સમાચારથી લોકો મોજમાં આવી ગયાં