Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાં સોમવારથી ખૂલતા અઠવાડિયાની શરુઆત ભારેથી અતિભારે વરસાદથી થઈ છે. શનિવારથી શરૂ થયેલો વરસાદનો રાઉન્ડ ધબધબાટી બોલાવી રહ્યો છે. માત્ર ગુજરાત જ નહિ, અડધો દેશ પાણીમાં ગરકાવ છે. દેશનાં 8 રાજ્યોમાં અતિ ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં અનેક જગ્યાએ જમીન ધસી ગઈછે. તો પંજાબના ચંડીગઢમાં વાહનો પાણીમાં ગરકાવ થયા છે.આ સાથે જ આજે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, આજે સોમવારે પણ પાંચથી છ ઈંચ સુધી વરસાદ પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ક્યાં ક્યાં આગાહી 
ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ માહિતી આપી કે, આગામી 24 કલાક ગુજરાત માટે ભારે છે. ખાસ કીરને બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે 10 મી તારીખે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ રહેશે. કેટલાક વિસ્તારોમાં તો અતિભારે વરસાદ તૂટી પડશે. પરંતું 11 મી પછી ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે. બાદમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. 


કેનેડામા જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે ડોલરના ઢગલા


પાંચ દિવસ ક્યાં વરસાદ રહેશે


સોમવાર
બનાસકાંઠા, પાટણ, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબી કચ્છમાં અતિભારે વરસાદ આવશે. તો મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, ભરૂચ, સુરત, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી.


મંગળવાર
આણંદ, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. તો પાટણ, સાબરકાંઠા, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, સુરેન્દ્રનગર, જુનાગઢ, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદ વરસી શકે છે.


બુધવાર
ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી


ગુરુવાર અને શુક્રવારે કોઈ આગાહી નથી.


ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે


24 કલાકમાં ક્યા કેટલો વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં ફરી મેઘમંડાણ થયા છે. સૌરાષ્ટ્ર અને કચ્છને વરસાદે ફરી ઘમરોળી નાંખ્યું છે. નદીઓમાં ફરી પૂર આવ્યા છે. જળાશયો છલકાયા છે. ઘણી જગ્યાએ લોકોની હાલાકી પણ વધી છે. ત્યારે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પાટણના સાતલપુરમાં 6.5 ઇંચ વરસ્યો છે. રાજકોટના કોટડાસાંગાણી અને ગાંધીનગર જિલ્લાના માણસામાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 


છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના સાત તાલુકામાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ છે. તો રાજ્યના 20 તાલુકામાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. 49 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. આમ, સવારથી રાજ્યના 111 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. 


અમેરિકામાં ગ્રીનકાર્ડની રાહ જોનારા ગુજરાતીઓ માટે આવી મોટી ખુશખબર


આગામી 5 વર્ષમાં ગાયબ થઈ જશે આ નોકરીઓ, ગુજરાત સરકારે રોજગારી પર મોટો પ્લાન બનાવ્યો