Ambalal Patel Monsoon Prediction : આજથી 3 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની હવામાનની આગાહી કરાઈ છે. પરંતુ 16 જુલાઈથી ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. મંગળવારે રાજ્યના 80 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે પણ કહ્યું કે, ત્રણ દિવસમાં વરસાદની ત્રીજી ઈનિંગ શરૂ થશે. 16 જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ છે. આ સાથે બુધવારે ગુજરાતના 68 તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર થયો છે. 20 તાલુકાઓમાં 1થી 4.5 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલીમાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ખેરગામ અને ડોલવણમાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે. આમ, હાલ ગુજરાતીઓ માટે રાહતના સમાચાર એ છે કે, આગામી 3 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. તે પછી વરસાદ ધબડબડાટી બોલાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ક્યાં ક્યાં આગાહી 
આજથી 3 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો આજે અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદ પડી શકે છે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. તેના બાદ 16 થી 19 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ રહેશે. તો આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગની આગાહી એવી છે કે, અમદાવાદ સહિત ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, સુરત, નવસારી, સુરેન્દ્રનગર, દાહોદ, બોટાદ અને છોટાઉદેપુરમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે. તો અન્ય કેટલાક જિલ્લોમાં હળવા વરસાદની આગાહી છે. 


દ્વારકા મંદિરની નવી પરંપરા : છ્ઠ્ઠી ધજા ચઢાવવામાં તમને રસ હોય તો આ રહી તમામ માહિતી


આ ફિલ્ડના લોકોને કેનેડામા PR મેળવવાનુ હોય છે મોટું ટેન્શન, VISA-PR ની આ માહિતી કામની


16 જિલ્લામં રેડ અને ઓરેન્જ એલર્ટ છે 
રાજ્યના તમામ જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે.ત્યારે હવામાન વિભાગે 16 જુલાઈ સુધી સામાન્ય વરસાદ અને 16 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરુ થવાની આગાહી કરી છે.16 જુલાઈથી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં 16 જુલાઈથી વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. આગાહી અનુસાર, 16 જુલાઈથી 19 જુલાઈ સુધી સાર્વત્રિત વરસાદ જોવા મળી શકે છે. આગાહી અનુસાર, કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે.16 થી 19 જુલાઈ દરમિયાન સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય આ દિવસોમાં અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટમાં પણ સારો વરસાદ વર્ષી શકે છે.


કેનેડામાં સસ્તામા ભણવાના ઢગલાબંધ ઓપ્શન, ઓછી ફીમાં ભણવે છે સૌથી સસ્તી યુનિવર્સિટીઓ


કેનેડામા જઈને નોકરી માટે ફાંફાં મારવા કરતા આ શીખી લો, ડિમાન્ડ એટલી છે કે ડોલરના ઢગલા