Gujarat Weather Forecast : મોચા વાવાઝોડું આજે તબાહી મચાવવા તૈયાર છે. આ વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે તેની ચક્રવાતી અસરો જોવા મળશે. આજે આ વાવાઝોડું બાંગ્લાદેશ અને મ્યાનમારના કાંઠાને ધમરોળશે.  ત્યારે ગુજરાતમાં તેની અસર શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં હાલ પડી રહેલી કાળઝાળ ગરમી મોચા વાવાઝોડાનો પ્રતાપ છે. ગુજરાતમાં હાલ હીટવેવ જોવા મળી રહ્યું છે. ગુજરાતના અનેક શહેરો આગની ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યાં છે. હજી ગુજરાતમાં ગરમીનો પ્રકોપ રહેશે. 


  • અમરેલી  44 ડિગ્રી

  • પાટણ - 43.8 ડિગ્રી

  • રાજકોટ - 43.8 ડિગ્રી

  • વડોદરા - 43.8 ડિગ્રી

  • છોટાઉદેપુર - 43.8 ડિગ્રી

  • અમદાવાદ - 43.7 ડિગ્રી

  • ડીસા - 43.7 ડિગ્રી

  • પંચમહાલ - 43.6 ડિગ્રી

  • ગાંધીનગર - 43.5 ડિગ્રી

  • પોરબંદર - 43.5 ડિગ્રી 

  • ભૂજ - 43.4 ડિગ્રી

  • જુનાગઢ - 43 ડિગ્રી

  • સુરત - 42.6 ડિગ્રી

  • ભાવનગર - 42.3 ડિગ્રી

  • ડાંગ - 42 ડિગ્રી

  • નર્મદા - 42 ડિગ્રી

  • દાહોદ - 41.8 ડિગ્રી

  • નલિયા - 40.4 ડિગ્રી 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરમીથી ક્યારે રાહત મળશે 
ગુજરાતમાં આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી કાળઝાળ ગરમી યથાવત્ રહી છે. આજે ૧૨ શહેરમાં ગરમીનો પારો ૪૩ ડિગ્રીને પાર થયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડશે. આ પછીના ૩ દિવસમાં મહત્તમ તાપમાનમાં તબક્કાવાર ૨-૩ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. ગુજરાતમાં સતત ત્રીજા દિવસે પારો ઉંચકાઈ રહ્યો છે. સવારે 10 વાગ્યા બાદ બહાર નીકળવું અઘરુ બની ગયું છે. ઉનાળાએ રૌદ્ર સ્વરૃપ દેખાડવાનું શરૃ કરી દીધું હતું. હવામાન વિભાગનું માનવું છે કે ૧૪ મે બાદ અમદાવાદમાં ગરમીનું જોર ઘટવા લાગશે અને પારો ૧૫ થી ૧૭ મે દરમિયાન પારો ૪૦ ડિગ્રી થાય તેવી સંભાવના છે.  


આજે પણ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી શકે છે. તો હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે આવતી કાલે એટલે શનિવારે રાજ્યભરના લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે. કારણ કે પવનની દિશા બદલાતાં તાપમાનમાં આંશિક ઘટાડો થશે. ગુરુવારે રાજ્યના જૂનાગઢમાં સૌથી વધુ 44.6 ડિગ્રી અગનભઠ્ઠી બન્યું છે. અન્ય શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. 


મોચા વાવાઝોડું ક્યાં અસર કરશે 
બંગાળીની ખાડીમાં ઉદભવેલું મોચા વાવાઝોડું આજે અને આવતી કાલે કહેર મચાવે તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. ત્યારે તમામ એજન્સીઓને હાઈએલર્ટ મોડ પર રાખવામાં આવી છે. તો પશ્ચિમ બંગાળમાં સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં NDRFની ટુકડીઓને ઉતારવામાં આવી છે. તેમજ બે દિવસ પ્રવાસીઓ તેમજ માછીમારોને દરિયાથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગલા થોડા કલાકોમાં જ વાવાઝોડું અત્યંત પ્રચંડ તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. મોચા વાવાઝોડામાં પવનની ગતિ 150થી 160 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે તો જે જગ્યાએ વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હશે. હવામાન વિભાગે જાહેરાત કરી છે કે ગભરાવાની જરૂર નથી પરંતુ દરિયાથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી હોવાથી સુરક્ષિત સ્થળો પર ખસી જવા માટે લોકોને સૂચિત કરવામાં આવી રહ્યા છે. આંદમાન નિકોબાર, બંગાળની ખાડીના વિસ્તારોમાં મોચા વાવાઝોડાની અસર વધારે જોવા મળવાની છે ત્યારે અત્યારથી જ NDRFની ટુકડીઓને ઉતારવામાં આવી છે અને લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી રહી છે.