Ambalal Patel Prediction : આજે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આગામી ચોમાસાની સિઝનને લઈને ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. અહી આયોજીત 29 માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્રમમા 56 હવામાનના જાણકારો એકઠા થયા હતા. જે તમામની આગાહીના નીચોડ રૂપે નિષ્કર્ષ એ નીકળ્યું હતું કે, આ વર્ષ નું ચોમાસુ 11 (અગિયાર) આની રહેશે. જૂનના બીજા સપ્તાહથી વરસાદનું આગમન થશે. જ્યારે જુલાઈમાં એકંદરે વરસાદ સારો રહેશે. આ ઉપરાંત ભારે પવનના ફૂકાવાના સંકેત પણ અપાયા હતા. અહીં ઉપસ્થિત તમામ હવામાનના જાણકાર અવનવી રીતે ચોમાસાને લઈને આગાહી કરતા હોય છે. કોઈ પંખીઓના અવાજના આધારે, તો કોઈ પ્રકૃતિમાં જોવા મળતા અવનવા પરિવર્તનના આધારે, તો કોઈ અખાત્રીજના પવનના આધારે આગાહી કરતા હોય છે. મહત્વનું છે કે જુનાગઢના કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે ચોમાસા પૂર્વે આ પ્રકારના કાર્યક્રમમાં આયોજન કરવામાં આવતું હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક નેતા મારા કરોડો રૂપિયા ચાઉં કરી ગયા, ભાજપના સાંસદ રામ મોકરિયાના આરોપથી ખળભળાટ


જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં 29 માં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ કાર્યક્ર્મનું આયોજન કરાયુ હતું. જેમાં હવામાનના 56 જાણકારો એકઠા થયા હતા. જૂનાગઢમાં એકત્ર થયેલા પ્રાચીન વર્ષા વિજ્ઞાનના 56 નિષ્ણાતે ચોમાસાની સમીક્ષા કરી, જેમાં આ વર્ષે 50 થી 55 ઇંચ પાણી વરસશે તેવુ અનુમાન લગાવ્યું. સાથે જ કહ્યું કે, 16, 22 અને 29 જૂનના દિવસો દરમિયાન વાવણીલાયક વરસાદ થશે. આ પરિસંવાદ ખેડૂતો માટે બહુ જ મહત્વનો ગણાય છે, તેથી અનેક ખેડૂતો આ પરિસંવાદમાં થતી સમીક્ષાના આધારે ખેતીનું પ્લાનિંગ કરે છે. પ્રાચીન વર્ષાવિજ્ઞાનના તજ્જ્ઞો આ એક બેઠકમાં આખા વર્ષનાં જુદાં-જુદાં અવલોકનોને આધારે વરસાદની આગાહી કરતા હોય છે. આ તજજ્ઞોની આગાહી સચોટ સાબિત થતી હોય છે. તેઓ આકાશી ચીતરી, ભડલી વાક્યો, ખગોળવિદ્યાના આધારે ભવિષ્યકથન કરે છે. 


અંબાલાલ પટેલની મોટી આગાહી : ચોમાસા પહેલા ગુજરાત પર મોટું સંકટ આવશે, દરિયા હચમચી જશે


આ વર્ષે ચોમાસાની આગાહી
જુનાગઢમાં એકઠા થયેલા પ્રાચીન વિદ્યાના જાણકારોએ કહ્યું કે, આ વર્ષે ચોમાસાના 52 દિવસ વરસાદ આવશે એટલું જ નહીં તા 12-7-2023થી તા 21-7-2023 વચ્ચે અતિવૃષ્ટિ, તા 12-8-2023થી તા 16-8 સુધીના દિવસોમાં સતત વરસાદની હેલી થવાની શક્યતા છે. એ ઉપરાંત 1-8-2023થી તા 10-8-2023 સુધી વરસાદની ખેંચ રહેશે. આ વર્ષે લગભગ 40 થી 55 ઈંચ જેટલો વરસાદ રહેશે. જે એકંદરે સારો સાબિત થશે. 


પોરબંદર જિલ્લાના કેવલંકા ગામના ભીમભાઇ ઓડેદરાએ પશુ-પક્ષીઓની ચેષ્ટા ઉપરથી આગાહી કરવામાં નિષ્ણાત છે. તેઓએ કહ્યું કે, આ વખતે ચોમાસું મોડું રહેશે. તેમાં વરસાદ પણ ખેંચાશે. વરસાદ સમયસર થશે, પરંતુ ખેંચાશે. આ વર્ષનું ચોમાસું તોફાની બની રહેશે. જે લગભગ 10 તી 12 આની વરસાદ થવાની શક્યતા છે. ચાર આની ચોમાસુ મધ્યમ રહે તેવું જણાય બાર આની એટલે સારું વર્ષ થાય તેવું તેમણે જણાવ્યું હતું. 


આહીર સમાજના આગેવાનનું મુંબઈની હોટલમાં મોત, શરીર પરથી સોનાના દાગીના ગાયબ


પ્રાચીન વિદ્યાના આધારે આગાહી કરનાર પી.જી. હરિયાણીએ કહ્યું હતું કે વનસ્પતિની ખીલવણી ઉપરાંત આ વખતે ઝાકળનું પ્રમાણ ઓછું રહ્યું. સૌરાષ્ટ્રમાં 40થી 45 ઇંચ વરસાદ થવાની શક્યતા છે.


આમ, પ્રાચીન વિદ્યાના જાણકારોએ પોતપોતાની વિદ્યાના આધારે ચોમાસાનું અનુમાન લગાવ્યુ હતું. 


ગુજરાતમાં હજી બે દિવસ વરસાદી તાંડવ : આ શહેરોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી