weather update : નિષ્ણાત અંબાલાલ પટેલ હવામાનની આગાહી માટે પ્રખ્યાત છે. તેઓની હવામાનની દરેક આગાહી આજ દિન સુધી સચોટ સાબિત થઈ છે. અંબાલાલ કાકા કહે તો એ દિવસ વરસાદ પડે જ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ સચોટ આગાહી કરીને ફેમસ થઈ ગયા છે. પરંતું હાલ એક નવી આગાહીનો પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં આખા વર્ષની આગાહી કરવામાં આવી છે. બાબુભાઈ વિરજીભાઈના નામનો આ પત્ર છે. જેમાં માર્ચ મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધી ગુજરાતમા હવામાનની આગાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2023 ના વર્ષની શરૂઆતથી જ ગુજરાતનું વાતાવરણ એકધારું રહ્યું નથી. ઠંડી અને ગરમી વચ્ચે માવઠું ટપકા ભરે છે. ગમે ત્યારે વરસાદ તટી પડે છે. ત્યારે બાબુભાઈ વિરજીભાઈના નામે જે પત્ર વાયરલ થયો છે તેમાં માર્ચથી ડિસેમ્બર મહિના સુધીની આગાહી કરવામાં આવી છે. 


પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ, આ વર્ષના મે મહિનામાં વાવાઝોડાની આગાહી કરવામા આવી છે. તો જુલાઈ મહિનામાં અતિવૃષ્ટીની આગાહી કરવામા આવી છે. તો સપ્ટેમ્બર મહિનામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. 


[[{"fid":"436536","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"weather_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"weather_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"weather_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"weather_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"weather_zee.jpg","title":"weather_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


પત્રમાં લખાયુ છે કે, 2023 નો વરસાદ કેવો આવશે તે આવતું ચોમાસું બહુ ભારે થશે અને વાવાઝોડા બે થી ત્રણ થશે. અતીવૃષ્ટી થશે ભયંકરથી ભારે વરસાદ થશે. શરૂઆતમાં તોફાની વરસાદ તારીખ 7 જુલાઈથી 14 જુલાઈ સુધીમાં અતિભારે વરસાદ થશે. તારીખ 17 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર 2023 સુધીમાં વાવાઝોડું થશે. તારીખ 1 ઓક્ટોબરથી તારીખ 3 ઓક્ટોબર કુદરતી વરસાદનો નજારો ગાજવીજ સાથે કરાના વરસાદ થશે. 2023 નુ વર્ષ તોફાની રહેશે.


પત્રના અંતે સરનામું લખાયં છે. જેમાં લખીતન રૂપાવટી બાબુભાઈ વિરજીભાઈ, મું સનાળા કુંકાવાટ વડીયા જી અમરેલી અને મોબાઈલ નંબર આપ્યો છે. 


(નોંધ - ઝી 24 કલાક આ પત્રની પુષ્ટિ નથી કરતું. આ વાયરલ પત્ર છે)