ક્રિકેટ પ્રેમીઓ માટે હવામાન વિભાગની મોટી આગાહી : વર્લ્ડકપની ફાઈનલમાં વરસાદ આવશે કે નહિ?
ind vs aus world cup final : હવામાન વિભાગે જણાવ્યું કે, મેચના દિવસે રવિવારે અમદાવાદમાં સ્વચ્છ વાતાવરણ રહેશે. સાંજે 18 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે
Gujarat Weather Forecast : અમદાવાદમાં 19 નવેમ્બરે ICC વિશ્વકપનો ફાઈનલ મુકાબલો યોજાવાનો છે. ફાઈનલ પહેલા અમદાવાદમાં ક્રિકેટ રસીકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ ક્યાંક આ ઉત્સાહ ફિક્કો ન પડી જાય તેવું વાતાવરણ ગુજરાતમાં બંધાયું છે. ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે વાદળછાયું વાતાવરણ થઈ આવ્યું છે. ત્યારે સૌને ટેન્શન એ છે કે, શું વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વરસાદ આવશે કે નહિ. ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે હવામાન વિભાગની મોટી આગાહી આવી ગઈ છે. વર્લ્ડકપની ફાઈનલ મેચ સમયે અમદાવાદમાં વાતાવરણ કેવું રહેશે તે વિશે હવામાન વિભાગ શું કહે છે તે જાણીએ.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આવતીકાલે શનિવારે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. દિવાળી બાદ તાપમાન ઘટતા ઠંડી વધી છે. અમદાવાદમાં ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. બે દિવસ બાદ તાપમાન 1 ડિગ્રી વધી શકે છે. મેચ દરમિયાન રવિવારે બપોરે 33 અને 34 ડિગ્રી તાપમાન રહેશે. જ્યારે સાંજે 18 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે.
ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ પહેલા નવા અપડેટ : ફાઇનલ પહેલાં બંને ટીમો સાબરમતી રિવર ક્રૂઝની
હવામાન વિભાગે જણાવ્યું કે, મેચના દિવસે રવિવારે અમદાવાદમાં સ્વચ્છ વાતાવરણ રહેશે. સાંજે 18 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે.
રવિન્દ્ર જાડેજાની વર્લ્ડકપમાં જીત માટે બહેન નયનાબાએ રાખી માનતા, આ કારણે મેચ જોવા નહિ