Gujarat Weather Forecast : ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની સંભવાનાના કારણે પ્રધાનમંત્રી કાર્યાલય પીએઓમાં સીધું મોનિટરિંગ શરૂ કર્યું છે. તો વિવિધ મંત્રીઓ આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મદદ માટે પહોંચી ગયા છે. આ વચ્ચે અપડાટે આવ્યા છે કે બિપરજોય વાવાઝોડાને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમીક્ષા બેઠક કરશે. તેઓ વાવાઝોડાની હાલની સ્થિતિ પર જાણકારી માટે અધિકારીઓ સાથે બપોરે એક વાગ્યે ચર્ચા કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાવાઝોડું કેટલું દૂર તેના આંકડા 


  • પોરબંદર 320 કિમી

  • દ્વારકા 360 કિમી

  • જખૌ 440 કિમી

  • નલિયા 440 કિમી



 
જુનાગઢમાં સ્થળાંતર શરૂ 
જૂનાગઢમાં બિપોરજોય વાવાઝોડાને લઈને સમુદ્ર તોફાની બન્યો છે. માંગરોળ અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો, સમુદ્રમાં ઉંચા મોજા ઉછળ્યા છે. સમુદ્ર કિનારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ લોકો સમુદ્રની નજીક જાય નહીં, તો સમુદ્ર કિનારા નજીક વસવાટ કરતા અંદાજે ૨૦૦ લોકોને નજીકની શાળામાં આશ્રય અપાયો છે. 



કચ્છમાં રજા જાહેર કરાઈ
બિપોરજોય વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઇને કચ્છની તમામ શાળા, કોલેજોમાં 3 દિવસની રજા જાહેર કરાઈછે. સરકારી, ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરાઇ છે. 13 મી જુનથી 15 જૂન દરમિયાન કચ્છની તમામ શાળાઓમાં રજા રહેશે. જોકે, આચાર્ય તથા સ્ટાફે હેડ કવાર્ટર પર ફરજિયાત હાજરી આપવાની રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ પરિપત્ર જારી કર્યો  છે. 



કચ્છમાં સૌથી વધુ એનડીઆરએફની ટીમ ફાળવાઈ
સંભવિત વાવાઝોડાને લઈને કચ્છને બચાવ કામગીરી માટે 4 ટીમો ફાળવાઇ છે. કચ્છમાં 2 SDRF અને 2 NDRF ની ટીમ ફાળવાઇ છે. 1 SDRF અને 1 NDRFની ટીમ નલિયા ખાતે તૈનાત કરાઈ છે. 1 NDRF ની ટીમ માંડવી ખાતે તૈનાત કરાઈ છે. SDRFની 25 લોકોની 1 ટીમ આજે સવારે ભુજ આવી પહોંચી હતી. ભુજમાં SDRF ની ટીમને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. SDRF અને NDRFની ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. 



દ્વારકાના કલેક્ટર અશોક શર્માની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું કે, હાલ તંત્ર એલર્ટ મોડ પર છે. દ્વારકામાં વાવાઝોડાના સંકટને પગલે 4100 લોકોની સ્થળાંતરની જરૂર છે. જેમાં અત્યાર સુધી 1100 લોકોનું સ્થળાંતર કરાયું છે. 138 સર્ગભા મહિલાનુ પ્રભાવિત વિસ્તારમાથી સ્થળાંતર કરાશે. હજુ પણ યાદી તૈયાર કરવામા આવી રહી છે.  



ગુજરાતના કેટલાક બંદરો પર ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાવાયું છે. પોરબંદર, ઓખામાં ગ્રેટ ડેન્જર 9 નંબરના સિગ્નલ લાગ્યા છે. દ્વારકાના ઓખામાં 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદર બંદર પર પણ 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. કચ્છ, સૌરાષ્ટ્રના બંદરો પર 9 બંદર પર 9 નંબરના સિગ્નલ છે. જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગ, સલાયા, ઓખા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તો દહેજ, ભરૂચ, મગદલ્લા, દમણમાં 3 નંબરના સિગ્નલ લગાવાયું છે. ભાવનગર, મુળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, અલંગમાં 2 નંબરના સિગ્નલ છે.