Today Weather Update : ઠંડીનું ઠુઠવાયુ અડધુ ગુજરાત, 24 કલાક બાદ કાતિલ ઠંડીની આગાહી
પતંગબાજો માટે સારા સમાચાર છે. આજે ઉતરાયણ પર્વ પર પવનની ગતિ પતંગને અનુકુળ રહે તેવી છે. જેથી સવારથી જ પતંગબાજોને પતંગ ચગાવવાની મજા આવી રહી છે. પતંગ ચગાવવા અનુકૂળ પવન અત્યાર સુધી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતું આ સાથે જ ઠંડીનો ચમકારો પણ અનુભવાશે. આજે કચ્છમાં કોલ્ડવેવની અગાહી છે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાશે.
Gujarat Weather Forecast : પતંગબાજો માટે સારા સમાચાર છે. આજે ઉતરાયણ પર્વ પર પવનની ગતિ પતંગને અનુકુળ રહે તેવી છે. જેથી સવારથી જ પતંગબાજોને પતંગ ચગાવવાની મજા આવી રહી છે. પતંગ ચગાવવા અનુકૂળ પવન અત્યાર સુધી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી કે, આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પરંતું આ સાથે જ ઠંડીનો ચમકારો પણ અનુભવાશે. આજે કચ્છમાં કોલ્ડવેવની અગાહી છે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફૂંકાશે.
ઠંડી વધશે
રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. પરંતું આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ગગાડવાની શક્યતા છે. બે દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ છે. આગાહીકાર અંબાલાલ પટેલે ઉત્તરાયણની આગાહી કરતા જણાવ્યું કે, ઉતરાયણ પર્વ પર પતંગબાજો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે. રાજ્યમાં 8 થી 25 કિમી ઝડપે પવન ફૂંકાશે. જોકે મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે. ઉત્તરાયણ પર્વ પર ઠંડા પવન ફૂંકાશે. સવારે 13 કિમી, બપોરે 20 કિમી, અને સાંજે 24 કિમી પ્રતિ ઝડપે આંચકાનો પવન રહી શકે છે. તો 14 જાન્યુઆરીએ રાત્રે પણ પવન રહેશે. જોકે, બીજા દિવસે 15 જાન્યુઆરીએ પવનનું જોર ઘટશે. 14 જાન્યુઆરીએ 10 કિમી ઝડપે પવન ફૂંકાશે.
કયા જિલ્લામાં કેવો પવન ફૂંકાશે
ઉત્તર ગુજરાતમાં 10 થી 12 કિમીની ઝડપે પવન ફૂંકાશે
દ્વારકામાં 25 કિમિ ઝડપે પવન ફૂંકાશે
ઓખા, દ્વારકા અને કચ્છમાં 20 કિમિ ઝડપે પવન ફૂંકાશે
પૂર્વ ગુજરાતમાં 8 થી 10 કિમી ઝડપે પવન ફૂંકાશે
દક્ષિણ ગુજરાત 20 થી 25 કિમી ઝડપે પવન ફૂંકાશે
અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં 10 થી 12 કિમી ઝડપે પવન ફૂંકાશે
મધ્ય ગુજરાતમાં આંચકાનો પવન રહેશે
તો હવામાન વિભાગની આગાહી પણ પતંગના રસિકો માટે સારા સમાચાર લાવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, 14 જાન્યુઆરીએ સારો પવન ફુંકાશે. આ દિવસે 15-20 km પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે. 14 જાન્યુઆરીએ રાજ્યમાં ઉત્તર થી ઉત્તર પૂર્વ તરફ પવન ફુંકાશે.