Gujarat Weather Updates/ સપના શર્મા, અમદાવાદઃ ખેડૂતો માટે માઠા સમાચાર...આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આ આગાહીના કારણે હાલ ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. કારણકે, હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છેકે, આગામી 5 દિવસોમાં ગુજરાતમાં કમોસમી વરસાદ થશે. હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરાઈ છેકે, આગામી 5 દિવસોમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેટલાંક સ્થળે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની આ પ્રકારની આગાહીના કારણે હાલ ખેડૂતોના છાતીના પાટીયા બેસી ગયા છે. કારણકે, આખા વર્ષની મહેનત પર મુસીબત રૂપી પાણી ફરવાનો ડર જગતના તાતને સતાવી રહ્યો છે.  ગુજરાતમાં હજુ પાંચ દિવસ હજુ વરસાદની આગાહી કરાઈ છે. મોટા ભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ તૈયાર થયો છે. આ માહોલ આગામી પાંચ દિવસ સુધી રહેશે. ખાસ કરીને અમદાવાદમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે.  એવી પણ આગાહી કરવામાં આવી છેકે, આગામી ત્રણ દિવસમાં 3 ડિગ્રી ઓછું તાપમાન થશે. રાજસ્થાનમાં વેસ્ટર્ન સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવશે.


કેમ થાય છે કમોસમી વરસાદ? 
સૂર્ય દેવના પ્રકોપના કારણે થાય છે માવઠા
સૂર્યની આકરી ગરમીથી વધે છે ગરમ પ્રવાહ
મહાસાગરોમાં પાણીની વરાળ બનતા થાય છે માવઠા


મહત્વનું છે કે હાલ ભરઉનાળે રાજ્યભરમાં માવઠા થઈ રહ્યા છે. ત્યારે ઉનાળામાં માવઠા થવા માટે સૂર્યની ગરમી જવાબદાર છે. કારણ કે મહાસાગરમાં ચાલતા ગરમ પ્રવાહને સૂર્યની ગરમી ઉત્તેજિત કરે છે. જેને લીધે મહાસાગરોમાં પાણીની વરાળ થઈ જાય છે અને મહાસાગરોની વરાળ બનતા છેવડે વરસાદ વરસે છે. તો બીજુ કારણ જોઈએ તો પૃથ્વીની પ્રાંત અને ગતિના લીધે રાશિ ચક્ર પશ્ચિમ તરફ ખસે છે. જેથી ઉનાળામાં શિયાળો અને માવઠું થાય છે.