અમદાવાદઃ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત 12થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે. આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશભરમાં ઠંડીનું જોર યથાવત છે. સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીથી ત્રસ્ત છે. પહાડો પર હિમવર્ષા સાથે વરસાદ પડી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં સર્જાયેલા બે પશ્ચિમી ચક્રવાતને કારણે ઉતર ભારતમાં વરસાદનું સંકટ ફરી ગાઢ બની રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે, દિલ્હીમાં પારો પણ નીચા સ્તરે પહોંચી ગયો હતો. મેદાની વિસ્તારોમાં લઘુતમ તાપમાન ૪થી૯ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયુ હતું. હવે લઘુતમ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે આગામી ૪૮ કલાકમાં દિલ્હી NCRમાં વરસાદની સંભાવના છે.   


આ પણ વાંચોઃ અમેરિકાના First Lady ને પીએમ મોદીએ ગિફ્ટ કર્યો કિંમતી હીરો, સુરતમાં થયો હતો તૈયાર


હવામાન વિભાગે કહ્યું કે, આગામી સપ્તાહ દેશમાં ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનું છે. દેશના ઘણા રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ શકે છે. ઝાકળ અને ધુમ્મસ પણ હવામાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં લઘુત્તમ તાપમાન ૧ થી ૩ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે ઘટી શકે છે. ગુજરાત સબ હિમાલયન વિભાગ, ૫શ્ચિમ બંગાળ અને સિક્કિમમાં લઘુત્તમ તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને જોતા જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં ૩ થી ૪ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.


જાન્યુઆરી મહિનામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદની આગાહી છે. જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની આગાહી છે. જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધારે રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છના મધ્ય અને દક્ષિણ અને ગુજરાતનાં સાઉથ ઇસ્ટના કેટલાક ભાગોમાં સામાન્ય કે સામાન્યથી નીચે રહેવાનું પૂર્વાનુમાન છે.