Gujarat Forecast: ગુજરાતમાં અત્યાર સુધી ડબલ સિઝન ચાલતી હતી, હવે તો જાણે ત્રિપલ સિઝન શરૂ થઈ છે. શિયાળો પુરો થયો ઉનાળો શરૂ થયો તોય ચોમાસા જેવી સ્થિતિ સર્જાતી રહે છે. ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારે અને મોડી સાંજે ઠંડીનો અહેસાસ જ્યારે બપોર દરમિયાન આકરી ગરમીનો અહેસાસ અને હવે એ પરિસ્થિતિની વચ્ચે કમોસમી વરસાદની વાત. કયાંથી કયાં પહોંચી રહ્યું છે હવામાન...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના હવામાન વિશે અગાઉ મોટાભાગના નિષ્ણાતો કહી ચૂક્યા છેકે, આ વખતે અહીં ઉનાળો આકરો રહેશે. જોકે, આ સ્થિતિની વચ્ચે જ કમોસમી વરસાદ એટલેકે, માવઠાના સંકેતો પણ આપવામાં આવ્યાં છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ અંગે વિગતવાર જાણકારી આપી છે. અત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળતો હશે. ઘણી જગ્યાએ ઘાટા વાદળો પણ જોવા મળતાં હશે, પરંતુ માવઠું થશે તેવો ડર રાખવાનો નથી. માર્ચ મહિનામાં સામાન્ય સ્થિતિનું તાપમાન જેની અંદર 36થી લઇને 38 ડિગ્રી તથા ઘણી જગ્યાએ 40-41 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે. આવું જ તાપમાન 20-23 માર્ચ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. 


હવામાન નિષ્ણાતનો શું છે મતઃ
અરબ દેશો તરફથી જે પવનો ફૂંકાતા હોય છે તે દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય તો વાદળોની અમુક લેયર્સ મધ્ય ભારત એટલે કે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર તરફ ફંટાતી હોય છે. તેના લીધે વાદળછાયું વાતાવરણ થતું હોય છે. હાલ પવનની ગતિ વધારે છે. પરંતુ હાલ વાદળોના લેયર્સમાં વધારે ભેજ નથી. તેથી આના લીધે કોઇ જગ્યાએ માવઠું થાય તેવી શક્યતા દેખાતી નથી.


સામાન્ય કરતા વધી છે પવનની ગતિઃ
હાલ પવનની ગતિ સામાન્ય કરતાં 4થી 6 પોઇન્ટ વધારે ચાલી રહી છે. પવન સામાન્ય કરતાં વધારે સ્પીડમાં ચાલી રહ્યો છે. આ પવન ચાર-પાંચ દિવસ સુધી રાબેતામુજબના જોવા મળશે. હાલ તાપમાન અને પવનની જે સ્થિતિ ચાલી રહી છે તેની સાથે-સાથે કાલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થયું છે. જેનાથી ખેડૂત ભાઇઓને ડર ઊભો થયો છે કે, કદાચ એક માવઠું થઇ જશે અને ખેતીમાં નુકસાન થશે.


છેલ્લાં સપ્તાહે ગરમી ઘટશેઃ
હવામાન નિષ્ણાતે જણાવ્યું છેકે, માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એકથી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. બહુ મોટો ઘટાડો થશે નહીં. બીજી બાજુ, પવનની દિશા તો ઘણા દિવસથી બદલાઇ ગઇ છે. ઉત્તર-પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઇ ચૂક્યા છે.