Gujarat Weather Forecast: ગત જુલાઈ મહિનામાં રેકોર્ડ બ્રેક વરસાદ બાદ હવે હવામાન વિભાગનું માનવું છે કે આ મહિને ચોમાસું નબળું પડી શકે છે.  આઈએમડીના જણાવ્યાં મુજબ પહેલા સપ્તાહ બાદ ચોમાસું નબળું પડશે અને વરસાદની ગતિવિધિઓ ઓછી થશે. અત્રે જણાવવાનું કે આ વખતે વિચિત્ર પ્રકારે વરસાદ પડી રહ્યો છે. જ્યાં વરસાદ પડ્યો ત્યાં પૂરની સ્થિતિ બની પરંતુ જ્યાં ન પડ્યો ત્યાં દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કહેવું છે હવામાન ખાતાનું?
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં જે વરસાદની આગાહી કરી છે તે મુજબ પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા ઓછી છે. છૂટા છવાયા વરસાદની શક્યતા છે. મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જો કે આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા પણ જણાવાયું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતા વધુ વરસાદ રહ્યો છે. સીઝનમાં પડતા વરસાદની સરખામણીએ 92 ટકા વરસાદ થયો છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જો કે કહ્યું છે કે હાલ ગુજરાતને વરસાદ મળે તેવી એક પણ સિસ્ટમ સક્રિય નથી. 


અંબાલાલ પટેલની શું છે આગાહી
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ઓગસ્ટ મહિનામાં વરસાદને લઈ નવી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 


આ સિવાય ઉત્તર ગુજરાત, પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ , નવસારી અને વલસાડમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. બંગાળના ઉપસાગરમાં ભારે પવન ફૂંકાશે. જેના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ થવાની આગાહી કરાઈ છે.


અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું હતું કે, 8 ઓગસ્ટ સુધીમાં મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ, ગોધરા, તેમજ ઉતર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે. સાબરમતી નદી, નર્મદા નદી, તાપી નદીના જળસ્તરમાં વધારો થશે અને ઓગષ્ટ મહિનમાં ગુજરાતના વિભિન્ન ભાગોમાં વરસાદ રહેશે. 12 અને 13 ઓગસ્ટના રોજ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 16 અને 17 તારીખમાં પણ વરસાદની શક્યતાઓ રહેશે.


અંબાલાલે વધુમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે. આઠ ઓગસ્ટમાં પણ વરસાદનું જોર વધે અને ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. મહારાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વલસાડ, આહવા, ડાંગ, સુરત, નવસારી, ભરૂચ તથા સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડશે. કોઈપણ ભાગમાં ભારે વરસાદી ઝાંપટા પડશે. કોઈ કોઈ ભાગોમાં ચાર ઈંચ કે તેથી વરસાદ પડવાની શક્યતા રહે.


ખેડૂતો માટે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 17 ઓગસ્ટ પછીનું મઘા નક્ષત્રમાં વરસાદ થાય તો પાણી કૃષિ પાક માટે સારું ગણાય છે. તે સ્ટોર કરવા માટે પણ સારું ગણાય છે. આ અરસામાં મધ્યપ્રદેશ ઉત્તર ભારતના ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેશે. 23 ઓગસ્ટ પછી પણ વરસાદ થશે અને વરસાદનું જોર ઘટશે. અને ઝાંપટા પડી શકે છે. 27થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 


30 અને 31માં રાજ્યના કોઈ ભાગમાં વધુ વરસાદ પડવાની શક્યતા રહેશે. જો કે હાલમાં સતત વરસાદના કારણે કૃષિ પાકને નુકસાન થયુ છે. હવે વરસાદ વિરામ લે તેની ખેડુતો રાહ જોઈએ રહ્યા છે. પરંતુ ઓગસ્ટ મહિનામા પણ વરસાદને લઈ અંબાલાલની આગાહી હવે ખેડૂતો માટે ચેતવણીરૂપ બનીને રહી ગઈ છે.


IMD એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. તેનાથી પાકને પણ ફાયદો રહેશે. બિહારમાં અનેક જગ્યાએ શુક્રવારે હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો જ્યારે અનેક જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. ક્યાંક વીજળી પડે તેવી પણ આશંકા છે. હવામાન વિભાગે અરરિયા, કિશનગઢ, અને સુપૌલમાં 6 અને 7 તારીખની વચ્ચે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. આ ઉપરાંત કટિહાર, પુર્ણિયા સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. 


કયા કયા રાજ્યોમાં પડી શકે છે વરસાદ
સ્કાઈમેટ વેધરનું માનીએ તો આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અસમ, મેઘાલય, ઉપર હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અનેક જગ્યાઓ પર ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણામાં હળવા વરસાદનું અનુમાન છે. ઝારખંડમાં પણ હળવો વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર, દક્ષિણી છત્તીસગઢ, ઓડિશા, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે. 


આ વખતે વરસાદની પેટર્ન વિચિત્ર
બીજી બાજુ હવામાન વિભાગનું એવું પણ માનવું છે કે આ મહિને ચોમાસુ નબળું રહી શકે છે. આઈએમડીના જણાવ્યાં મુજબ પહેલા સપ્તાહ બાદ ચોમાસું નબળું પડશે અને વરસાદની ગતિવિધિઓ ઓછી થશે. અત્રે જણાવવાનું કે આ વખતે વિચિત્ર પ્રકારે વરસાદ પડી રહ્યો છે. જ્યાં વરસાદ પડ્યો ત્યાં પૂરની સ્થિતિ બની પરંતુ જ્યાં ન પડ્યો ત્યાં દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ. આંકડા મુજબ 9 જિલ્લામાં ખુબ વરસાદ વરસ્યો, જ્યારે 10 રાજ્યોમાં દુષ્કાળ જેવા હાલાત છે. બધુ મળીને દેશના વરસાદની વાત કરીએ તો જુલાઈ મહિનામાં સામાન્ય કરતા 6 ટકા વધુ વરસાદ નોંધાયો,