ચક્રવાત બિપરજોય આ દિવસે સર્જશે તબાહી : ઘરમાં જ રહેવાની એડવાઈઝરી, અહીં તો સ્કૂલો પણ રહેશે બંધ
હવામાન વિભાગ વતી, એવું કહેવામાં આવ્યું છે કે, `બિપરજોય ચક્રવાતનું (biparjoy cyclone)કેન્દ્ર અરબી સમુદ્રમાં રચાઈ રહ્યું છે. તે પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 450 કિમી દૂર છે. અનુમાન છે કે તે ઉત્તર અને આગળ વધી શકે છે. 15 જૂન બપોર સુધીમાં કચ્છના દરિયાકાંઠાને પાર કરશે, જેની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે.
biparjoy cyclone : ચક્રવાત બિપરજોયની (biparjoy cyclone) અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. આ વાવાઝોડાને કારણે 15 જૂને સૌથી વધુ તબાહી મચી શકે છે. IMD અનુસાર, બિપરજોય ઉત્તર-પૂર્વોત્તર તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ ભારતના રાજ્યોમાં ચાર દિવસમાં વરસાદની સંભાવના છે. છેલ્લા બે દિવસથી રત્નાગીરીના દરિયામાં બિપરજોય વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. દ્વારકામાં તો સ્કૂલોમાં 2 દિવસની રજાઓ જાહેર કરી દેવાઈ છે.
બિપરજોય વાવાઝોડાને કારણે 15 જૂનનો દિવસ ખતરનાક બની શકે છે
ભારતીય હવામાન વિભાગે બિપરજોય ચક્રવાત અંગે ચેતવણી આપી છે. IMDએ કહ્યું કે બિપરજોય આવનારા દિવસોમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. તે જ સમયે, 15 જૂનની આસપાસ તેના ઉત્તર તરફ આગળ વધવાની પ્રબળ સંભાવના છે.
હવામાન વિભાગ વતી, એવું કહેવામાં આવ્યું છે કે, "બિપરજોય ચક્રવાતનું (biparjoy cyclone)કેન્દ્ર અરબી સમુદ્રમાં રચાઈ રહ્યું છે. તે પોરબંદરથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ 450 કિમી દૂર છે. અનુમાન છે કે તે ઉત્તર અને આગળ વધી શકે છે. 15 જૂન બપોર સુધીમાં કચ્છના દરિયાકાંઠાને પાર કરશે, જેની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત તરફ આવી રહેલું વાવાઝોડું 'બિપરજોય' કેમ અત્યંત ઘાતક ગણાઈ રહ્યું છે? ખાસ જાણો
બિપરજોય વાવાઝોડાએ દિશા બદલી, ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, 6 જિલ્લા પર ખતરો
શક્તિશાળી વાવાઝોડાથી દરિયાની તાકાત વધી , બંદરો મૂકાયું 9 નંબરનું અતિભયજનક સિગ્નલ
મોરબીના નવલખી બંદરે નવ નંબરનું સિગ્નલ લાગતા તમામ કામગીરી બંધ કરવા આદેશ કરાયા. નવલખી બંદરે આવતા કોલસાની હેરાફેરી માટે દોડતા ટ્રકોમાં લોડિંગ અને લોડીંગ બંધ કરવા આદેશ છૂટ્યા. બપોર બાદ મોરબીના નવલખી બંદર ઉપરથી તમામ લોકોને બહાર કાઢવા માટે જીલ્લા કલેકટરનો આદેશ.
અભ્યાસ મુજબ અરબ સાગરમાં ચક્રવાતી તોફાનોની તીવ્રતા ચોમાસા બાદના મૌસમમાં લગભગ 20 ટકા અને ચોમાસા પહેલાના સમયમાં 40 ટકા વધી છે. સમુદ્ર ઉપર એક ચક્રવાતી તોફાની જેટલા વધુ સમય માટે રહે છે, તેટલી જ વધુ ઉર્જા અને ભેજ જમા થવાની શક્યતા રહે છે. જેનાથી તોફાન વધુ ગંભીર થવા અને તેના જમીન સાથે ટકરાયા બાદ વિનાશ થવાની સંભાવના વધી જાય છે.
અરબ સાગરમાં ચક્રવાતી તોફાનોની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે. જ્યારે બહુ ગંભીર ચક્રવાતી તોફાન 150 ટકા વધ્યા છે. ભારતીય ઉષ્ણદેશીય મૌસમ વિજ્ઞાન સંસ્થામાં જળવાયુ વૈજ્ઞાનિક રોક્સી મેથ્યુ કોલે જણાવ્યું કે અરબી સમુદ્રમાં ચક્રવાતી ગતિવિધિઓ વધવાનાને મહાસાગરોના તાપમાન વધવા અને વૈશ્વિક તાપમાન વૃદ્ધિના પગલે ભેજપની વધતી ઉપલબ્ધતા સાથે ગાઢ સંબંધ છે. અરબ સાગર ઠંડો રહેતો હતો પરંતુ હવે તે ગરમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube