ગુજરાતમાં  ન્યુનત્તમ તાપમાન તો ૧૦થી ૧૪ સે.એ પહોંચ્યું છે.  રાજ્યમાં ઉત્તર-પૂર્વ દિશાએ રાજસ્થાન તરફથી કે જ્યાં કોલ્ડવેવની સ્થિતિથી તે તરફથી બર્ફીલા પવનો તીવ્ર ગતિએ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્ય પર ફૂંકાતા લોકો ઠંડીથી ધુ્જી રહ્યાં છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં (Gujarat) કાતિલ ઠંડી (Cold Wave) પડી રહી છે. રાજ્યના હવામાન વિભાગે (Meteorological Department) હજુ 48 કલાક કડકડતી ઠંડી પડશે તેવી આગાહી (Forecast) કરી છે.જનજીવન પર વ્યાપક અસર થઈ હતી. સેલ્સિયસમાં તો ગઈકાલ કરતા ઠંડીમાં વધારો થયો ન્હોતો પણ તીવ્ર પવનોથી ખાસ કરીને બપોર પછી કાતિલ ઠંડીનો અનુભવ થયો છે. મીની વાવાઝોડા જેવા ઠંડા પવનને પગલે જુનાગઢમાં અંબાજી સુધીના રોપ-વે અને પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાથી ઓખા દરિયામાં ચાલતી ફેરી બોટ સર્વિસને સાવચેતીના પગલારૂપે બંધ કરી દેવાઈ હતી. બીજી તરફ યાત્રાધામ પાવાગઢમાં પણ સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી હતી. આ જ રીતે રાજ્યમાં ઠંડીની સાથે ૩૫થી ૭૦ ટકા ભેજ સાથે બર્ફીલા પવન ફૂંકાતા ધુ્રજાવી દેતા ઠારનો અનુભવ થયો હતો.આમ, સવારે ખાસ વધારે ઠંડી ન્હોતી પરંતુ, બપોર પછી તીવ્ર પવનોથી ઠંડી વધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તીવ્ર બર્ફીલા પવનોથી જનજીવન અને જીવસૃષ્ટિ પર વ્યાપક અસર જોવા મળી છે. માર્ગો અને બજારોમાં લોકો આજે દિવસે  પણ ગરમ વસ્ત્રોમાં લપેટાઈને બહાર નીકળવું પડયું હતું. ઠંડા પવનો આરોગ્ય પર જોખમી અસર પહોંચાડી શકતા હોય માર્ગો પર રાત્રિના સમયે લોકોએ જવાનું ટાળ્યું હતું. આજે રાજકોટ,ભૂજ,અમદાવાદ સહિત સ્થળોએ તાપમાન ૧૨ સે.આસપાસ રહેવાની અને ઉંચા લેવલે આછા વાદળો છવાવા સાથે સવારના ન્યુનત્તમ તાપમાનમાં ૨થી ૪ સે.વધારો થવાની એટલે કે ઠંડી ઓછી થવાની આગાહી મિટીયોરોલોજીકલ સેન્ટરે કરી છે.  ગુજરાતમાં આકાશ એકંદરે સૂર્યપ્રકાશિત રહેશે.  


એ એ એ.... 5 સેકન્ડમાં 5 માળની નેતાજીની ઇમારત ધડામ : ડાઇનામાઇટ લગાવીને ઉડાવી દીધી


હેવાનોએ અંજલિને 13 નહીં પરંતુ 40 KM સુધી ઢસડી હતી, પાંસળીઓ તૂટી હતી, બ્રેઈન ગાયબ હતુ


નશામાં ધૂત વ્યક્તિ ફ્લાઈટમાં મહિલાની સીટ પાસે ગયો, પેન્ટની ઝિપ ખોલી અને પછી...


8 શહેરોમાં લુઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી ઓછું 
રાજ્યમાં હાલ ઠંડીનુ જોર યથાવત રહ્યું છે. 8 શહેરોમાં લુઘુત્તમ તાપમાન 13 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. 8.1 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું છે. જ્યારે ગાંધીનગર 10.5, ડિસા 10.6, ભૂજ 11.2 અને વડોદરા 11.6 ડિગ્રી, અમદાવાદ 12.1 ડિગ્રી, રાજકોટ 12.5 ડિગ્રી અને અમરેલી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. પરંતુ આગામી સમયમાં હવામાન વિભાગે એક ખુશખબર આપ્યા છે. આગામી થોડાક જ દિવસોમાં હાડ ગાળતી ઠંડીથી રાજ્યના લોકોને રાહત મળશે. 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીમાં નોંધનીય ઘટાડો થશે. મહત્તમ તાપમાનમાં પણ 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે. 2 દિવસ બાદ પવનની ગતિમાં પણ ઘટાડો થશે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી વધારો થવાની સંભાવના, જેથી ઠંડી ઓછી થશે. હિમાલય તરફ પવનની ગતિ બદલાતા પુનઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે. વાતાવરણમાં ભેજ વધતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે.


ગિરનાર પર્વત પર પ્રતિ કલાક 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો
રાજ્યમાં આજે ગિરનાર પર્વત પર પ્રતિ કલાક 100 કિમીની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જેથી પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોપ વે બંધ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓ ગિરનારની સીડીઓ ચડવા મજબૂર થઇ રહ્યા છે. આજે આખો દિવસ રોપ વે સેવા બંધ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેના કારણે પ્રવાસીઓ હાલાકીનો સામનો કરી શકે છે.


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube