કાળઝાળ ગરમી અને બફારાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. બિપરજોય વાવાઝોડાના કારણે થોડો સમય પારો નીચે ઉતર્યો પરંતુ હવે પાછો ગરમીનો માહોલ છે. બળબળતા તાપમાં બહાર નીકળવું પણ ભારે પડતું હોય છે. ત્યારે લોકો હવે કાગડોળે ચોમાસું શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. પણ તમને જણાવી દઈએ કે ગુજરાત નેઋત્યના ચોમાસા માટે હજુ એક અઠવાડિયાની રાહ જોવી પડી શકે છે. હાલ જે સ્થિતિ છે તે મુજબ જૂન મહિનાના અંતમાં દક્ષિણ ગુજરાતમાં નેઋત્યનું ચોમાસું બેસશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ગયા વર્ષે ચોમાસાની વિધિવત શરૂઆત 13 જૂનથી થઈ હતી. આ વખતે ગત વર્ષની સરખામણીમાં વિલંબ થઈ રહ્યો છે. હવામાન  નિષ્ણાંત ડો. અક્ષય દેવરાએ આ અંગે જણાવતા કહ્યું કે અત્યારની સ્થિતિ મુજબ મહિનાના અંત સુધીમાં સુરત અને ગુજરાતના પૂર્વ વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. જો કે તે પછી ચોમાસું કઈ રીતે આગળ વધશે તેના અંગે હજુ કોઈ સ્પષ્ટ ચિત્ર જોવા મળી રહ્યું નથી. કેટલાક વિસ્તારોમાં આગામી 10 દિવસમાં પ્રી મોનસુન એક્ટિવિટીના ભાગ રૂપે વરસાદ વરસી શકે છે. 


હવે US ના વિઝા માટે મુંબઈ જવાની જરૂર નહીં પડે, ગુજરાતના આ શહેરમાં ખુલશે કોન્સ્યુલેટ


દેશના 4 અત્યંત ડરામણા રેલવે સ્ટેશન, રાત્રે આવે છે વિચિત્ર અવાજ, ભૂલેચૂકે...


PM મોદીના પ્રવાસ વચ્ચે USA એ H-1B વિઝા માટે રજૂ કર્યો નવો પ્લાન, ભારતીયોને ફાયદો


અત્રે જણાવવાનું કે મધ્ય ભારતમાં સર્જાઈ રહેલી લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતના પૂર્વ ભાગમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળે તેવી શક્યતા છે. બીજી બાજુ ગુજરાતના અન્ય શહેરો સહિત અમદાવાદમાં ગરમી અને ઉકળાટથી લોકો ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં ગઈ કાલે સરેરાશ મહત્તમ તાપમાન 37.3 અને ભેજનું પ્રમાણ સવારે 71 ટકા અને સાંજે 44 ટકા નોંધાયું હતું.  અમદાવાદીઓએ હજુ પાંચ દિવસ ગરમી અને ઉકળાટ સહન કરવા પડી શકે છે. હવામાન અંગે આગાહી કરનાર ખાનગી સંસ્થાના મત મુજબ અમદાવદામાં 25 જૂન સુધી વરસાદની શક્યતા લગભગ નહિવતજેવી છે. 26 જૂન પછી અમદાવાદમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તેવી શક્યતા જણાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube