Heatwave Alert : ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ગરમીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે ૯ શહેરમાં ગરમીનો પારો ૩૭ ડિગ્રીને પાર થયો હતો. જેમાં ૩૮.૬ ડિગ્રી સાથે સુરતમાં સૌથી વધારે ગરમી નોંધાઇ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજસ્થાનમાં સર્જાઇ રહેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતના અનેક સ્થળોએ શનિવારથી ૩ દિવસ વાતાવરણમાં પલટો આવી શકે છે. શનિવારે દાહોદ-વડોદરા-છોટા ઉદેપુર-ગીર સોમનાથ-કચ્છ, રવિવારે આણંદ-વડોદરા-થોટા ઉદેપુર-અમરેલી-ભાવનગર-કચ્છ જ્યારે સોમવારે સુરત-વલસાડ-નવસારી-દમણ-ગીર સોમનાથ-અમરેલી-ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. ' કૃષિ નિષ્ણાતોને મતે માવઠું પડશે તો કેરી અને ઘઉંના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. હાલ આંબા ઉપર કેરીના મોર પણ આવી ગયા છે. આ સ્થિતિમાં ંમાવઠું પડશે તો કેરીના પાકને ભારે નુકસાન થઇ શકે છે.


11 શહેરોમાં તાપમાનનો પારો 37 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.સુરેન્દ્રનગરમાં મહત્તપ તાપમાન 38.8 ડિગ્રી, સુરતમાં 38.6 ડિગ્રી, ભુજમાં 38.2 ડિગ્રી તાપમાન, રાજકોટ અને અમરેલીમાં તાપમાન 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 37.7 ડિગ્રી, કેશોદમાં 37.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગર અને પોરબંદરમાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


આ પણ વાંચો : 


હમ તો ડુબેંગે સનમ, તુમ્હે ભી લે ડુબેંગે : યુવકે પ્રેમિકાના ઘરે જઈ કરી આત્મહત્યા


દરમિયાન આજે દિવસ દરમિયાન સુરત ઉપરાંત ભુજ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, અમદાવાદ, પાટણ, ગાંધીનગર, પોરબંદરમાં પણ પારો ૩૭ને પાર થયો હતો. અમદાવાદમાં ૩૭.૭ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો થયો હતો. આગામી ત્રણ દિવસમાં અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો ૩૯ ડિગ્રી સુધી જવાની સંભાવના છે. 


ગુજરાતમાં  ક્યાં વધારે ગરમી...


શહેર         ગરમી
સુરત        ૩૮.૬
ભૂજ          ૩૮.૨
રાજકોટ      ૩૮.૦
અમરેલી     ૩૮.૦
જુનાગઢ      ૩૭.૮
અમદાવાદ   ૩૭.૭
પાટણ        ૩૭.૬
ગાંધીનગર    ૩૭.૪
પોરબંદર      ૩૭.૪
વડોદરા        ૩૬.૮
નલિયા        ૩૬.૫
ડીસા          ૩૬.૨
કંડલા         ૩૬.૦
ભાવનગર      ૩૫.૩


આ પણ વાંચો : 


વીર નર્મદ યુનિવર્સિટીના MBBS વિદ્યાર્થીઓ ડોબા નીકળ્યા, બીપી માપતા પણ નથી આવડતું