ઘઉં ભરવાની સીઝન સમયે જ ઘઉં મોંઘા થયા, હવે આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Wheat Price Hike : મોંઘવારીમાં ભડકો... ક્યાં જઈને અટકશે જીવનજરૂરી ચીજવસ્તુઓમાં ભાવવધારો?.... માવઠાને કારણે ઘઉંના ભાવમાં તોતિંગ ભાવવધારો... સીઝન ભરવાના સમયે ઘઉંના ભાવ મોંઘા બન્યા
Inflation In India : મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતા પિસાઈ રહી છે. શાકભાજી, દૂધ, મસાલા અને ઈંધણના ભડકે બળતા ભાવ વચ્ચે સામાન્ય જનતાએ પોતાનાં બજેટ પર કાપ મૂકવાની ફરજ પડી છે. લોકો મોંઘવારીથી રાહત ઈચ્ચે છે, પણ થઈ રહ્યું છે તેનાથી ઉલટું. ગરીબ અને મધ્યમવર્ગની આવક વધે કે ન વધે, પણ મોંઘવારી વધવાનું નક્કી છે. ચીજવસ્તુઓના ભાવ માટે વધારો શબ્દ નિયમ બની ગયો છે. ભાવમાં ઘટાડો દુર્લભ છે. હજુ તો જનતા મોંઘવારીના એક માર સામે માંડ ટેવાય ત્યાં બીજી વસ્તુના ભાવ વધી જાય છે. ઉનાળાની શરૂઆત થતા ગૃહિણીઓ આખા વર્ષ માટે મસાલા અને અનાજ ભરતી હોય છે, ત્યારે હાલ ઘઉંના ભાવ પણ ભડકે બળી રહ્યા છે. ગૃહિણીઓએ આ વખતે ઘઉંની એકસામટી ખરીદી પર ફરજિયાતપણે કાપ મૂકવો પડે તેમ છે. કેમ કે ઘઉંના ભાવમાં તોતિંગ વધારો થયો છે. ઘઉંમાં આ ભાવ વધારાનું કારણ માવઠુ અને યુક્રેન રશિયાના યુદ્ધની અસર હોવાનું જણાવાય છે.
હાલ ઘઉં ભરવાની સીઝન ચાલી રહી છે. ગુજરાતની ગૃહિણીઓ ઘઉં ખરીદવા વેપારીઓ પાસે ભાવતાલ કરાવી રહી છે. પરંતુ તેમને આ વર્ષે વધુ રૂપિયા ચૂકવવા પડશે. યુક્રેન રશિયાના યુદ્ધની અસર તથા કમોસમી વરસાદને કારણે આ વર્ષે ઘઉંના ભાવમાં વધારો થયો છે. આ વખતે ઘઉંની ઊંચી કિંમત ચૂકવવી પડશે. ઘઉંના ભાવમાં લગભગ 40 ટકાનો વધારો થયો છે.
ગુજરાતીઓએ હવે થાઈલેન્ડ કે દૂબઈ જવાની જરૂર નથી, 2 આઈલેન્ડને બનાવાશે આલાગ્રાન્ડ
માવઠાને પગલે ઘઉંની ગુણવત્તા પર પણ અસર પડી છે. માવઠાને કારણે ઘઉંની ગુણવત્તા પણ નબળી છે. ગુજરાતભરના અનાજ બજારોમાં સારી ક્વોલિટીની ઘઉંની આવક નહિવત રહી છે. તેથી બારમાસી ઘઉં ભરનારા પર તેની અસર જોવા મળી રહી છે.
- દાઉદખાના 10 કિલો ઘઉંની કિંમત - 670 રૂપિયાની આસપાસ
- સિહોર શબરતી 10 કિલો ઘઉંની કિંમત - 355 રૂપિયાથી 599 રૂપિયા
- મધ્યપ્રદેશના સિહોરી શરબતી ઘઉં - 369 થી 549 રૂપિયા
- રેગ્યુલર એમપી લોકવાન ઘઉં - 945 રૂપિયાથી 1159 રૂપિયા
આ ગુજ્જુ ખેડૂતને કોઈ ન પહોંચી વળે, થાઈલેન્ડથી બીજ મંગાવી ખેતીમાં નવો ચીલો ચાતર્યો
લાલ મરચું પણ મોંઘું
લાલ મરચું અને જીરાના ભાવમાં ગયા વર્ષ કરતા 50 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે પિસેલું મરચું 300થી 400 રૂપિયા કિલોના ભાવે મળતું હતું. જે આ વર્ષે 500થી 550 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. કાશ્મીરી મરચું 550 રૂપિયાની જગ્યાએ 700 રૂપિયામાં અને રેશમપટ્ટો મરચું 400ની જગ્યાએ 550 રૂપિયામાં વેચાય છે. જીરાના ભાવ 200 રૂપિયા કિલોથી વધીને 400થી 450 રૂપિયા કિલોએ પહોંચી ગયા છે. માવઠાંને કારણે શાકભાજીના ભાવ આસમાને છે, ત્યાં કઠોળના ભાવ પણ વધ્યા છે. કઠોળ અને દાળના ભાવમાં કિલો દીઠ 15થી 20 રૂપિયાનો ભાવ વધારો થયો છે. જેના કારણે મધ્યમવર્ગની ખરીદી ઘટી છે.
ફેશનેબલ દાઢી રાખનારને 51 હજારના દંડ, ગુજરાતના આ સમાજે યુવાનોને કર્યું ફરમાન