• રાજ્ય સરકાર સંચાલિત સંસ્થામાં દેશમાં પ્રથમવાર હાઇ એન્ડ જિનોમ સિકવન્સિંગ મશીન ઇન્સ્ટોલ કરવાની સિદ્ધિ ગુજરાતે મેળવી 

  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    મુખ્યમંત્રીએ હાઇ-થ્રુપુટ નેકસ્ટ જનરેશન સિકવન્સિંગ Novaseq 6000 નું અનાવરણ કર્યુ

  • બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ખાતે કાર્યરત થનારા મશીનથી સિકવન્સિંગ કેપેસિટીમાં ૯ ગણો વધારો થશે 

  • નવા મ્યુટેશન–સ્ટ્રેનનું નિરીક્ષણ વધુ સરળ બનશે

  • કેન્સર-રેર જિનેટીક ડિસઓર્ડર-પોપ્યુલેશન જિનેટિક્સ-સંપૂર્ણ જિનોમ વગેરે સરળતાથી કરી શકાશે 


ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે જિનોમ સિક્વન્સિંગ ક્ષેત્રે એક નવતર પહેલ હાથ ધરી છે. રાજ્ય સરકારની સંસ્થા ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા નવું હાઇ-થ્રુપુટ જિનોમ સિકવન્સિંગ Novaseq 6000 મશીન ખરીદવામાં આવ્યું છે. કોઇ પણ રાજ્ય સરકાર સંચાલિત સંસ્થામાં આવું અદ્યતન મશીન સૌપ્રથમ ઇન્સ્ટોલ કરવાની સિદ્ધિ ગુજરાતે આ મશીન ઇન્સ્ટોલેશનથી મેળવી છે. 


ગુજરાતમાં બાયોટેકનોલોજીના વિવિધ ક્ષેત્રોમાં ટ્રાન્સનેશનલ રિસર્ચ કરવા માટે સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અંતર્ગત આ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર GBRC ની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થામાં વિવિધ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સ્થાનિક એજન્સીઓ દ્વારા આપવામાં આવેલા ૩૦ થી વધુ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. એટલું જ નહિ, કોવિડ-19 મહામારી દરમ્યાન જિનોમીક્સ સર્વેલન્સ, ડાયગ્નોસ્ટિકસ, વેસ્ટ વોટર સર્વેલન્સ વગેરે પર પણ GBRC એ કામ કર્યુ છે. 


આ પણ વાંચો : 5 લાખ ફોલોઅર્સથી અરુણાબેન બન્યા ગુજરાતના કુકિંગ ક્વીન, તેમની રેસિપીના વિદેશીઓ પણ દિવાના


મુખ્યમંત્રીએ આ સંસ્થાને વધુ સુદ્રઢ અને સુગ્રિથત-સક્ષમ બનાવવાના હેતુસર ૧૩.૯પ કરોડ રૂપિયાના ખર્ચે હાઇ-થ્રુપુટ જિનોમ સિક્વન્સિંગ મશીન ખરીદવા મંજૂરી આપી હતી. GBRC એ ખરીદી કરીને ઇન્સ્ટોલ કરેલા આ Novaseq 6000 મશીનને પરિણામે GBRCની સિકવન્સિંગ કેપેસિટીમાં અંદાજે ૯ ગણો વધારો થયો છે. આ Illumina Novaseq 6000 બે દિવસમાં 6Tb અને ર૦ બિલિયન રીડ જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.


GBRCમાં ઇન્સ્ટોલ થયેલા આ મશીનની મદદથી એક મહિનામાં 3000થી વધુ SARS-CoV-2 (COVID-19) જીનોમનું સિક્વન્સિંગ કરવું શક્ય છે. તેના સહયોગથી નવા મ્યુટેશન અથવા સ્ટ્રેનનું નિરીક્ષણ કરવું પણ વધુ સરળ બનશે. અન્ય સંશોધનો કેન્સર, રેર જીનેટીક ડિસઓર્ડર, પોપ્યુલેશન જીનેટીક્સ, સંપૂર્ણ જીનોમ/એક્જોમ/ટ્રાન્સક્રિપ્ટોમ વગેરે સરળતાથી કરવા શક્ય બનશે. આ મશીનની મદદથી એકસાથે 2-3 દિવસમાં લગભગ 50 મનુષ્યના પૂર્ણ જીનોમનું સિક્વન્સિંગ થઇ શકે છે. વધુ સારી જાતિના પશુ અથવા છોડની પસંદગી માટે પશુ જાતિ અને છોડના સુધારણા કાર્યક્રમોમાં પણ આ મશીન ઉપયોગી થઇ શકે છે. 


NovaSeq 6000 હાઇ-થ્રુપુટ સિક્વન્સર હોવાથી, વિવિધ ઔદ્યોગિક એપ્લિકેશનો માટે હજુ પણ અનકલ્ચર્ડ અને ઓછા પ્રમાણમાં થતાં સુક્ષ્મજીવાણુઓનું અન્વેષણ કરવું શક્ય છે. આ મશીનની મદદ વડે આયુર્જિનોમિક્સ, ફાર્મેકોજીનોમિક જેવા જિનોમીક પ્રોગ્રામ કરવા શક્ય બને છે. આ નવું મશીન જીબીઆરસીની શેર્ડ-લેબ નેટવર્કમાં સામેલ કરવામાં આવશે અને તેનો  ઉપયોગ વિવિધ વિદ્યાર્થીઓ, શિક્ષણવિદ, સંશોધકો, સ્ટાર્ટ-અપ્સ અને કંપનીઓ કરી શકશે.