હિતલ પારેખ/ગાંધીનગર: આર્થિક અનામત અને સુરતની ઘટના ઉપર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રેસકોન્ફરન્સ કરી હતી. 10 ટકા ઈબીસી આપવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ણયથી બિન અનામતના વિધાર્થીઓને મેડિકલ ,એન્જિનિયરની પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની છે ત્યારે ભારત સરકારે નોટિફીકશન જાહેર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમે શિક્ષણ અધિકારી સાથે ઇબીસી મામલે કરી બેઠક
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને શિક્ષણ વિભાગના અધિકારીની હાજરીમાં ઈબીસીને લાગુ કરવા બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં મેડિકલ કોલેજ સહિતની પ્રવેશ સહિત ચર્ચા કરવામાં આવી હતી. મેડિકલ કોલેજમાં 100 બેઠકો હોય તો ઈબીસીને કારણે 125 બેઠકો કરવી પડે તેવી પરિસ્થિતી છે. અન્ય જ્ઞાતીઓના અનામત બેઠકો અસર ન કરીને ઈબીસી લાગુ કરવામાં આવશે.


મેં અને અમારી ટીમે ચૂંટણી પરિણામોની જવાબદારી સ્વીકારી: અમિત ચાવડા


ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે બેઠકો વધશે 
150 બેઠકો વાળી કોલેજમાં હવે 185 બેઠકો બનશે જેમાં 185 બેઠકમાંથી 28 બેઠક ઓલ ઇન્ડિયાના ક્વોટામાં જશે. ગુજરાતમાં મેડિકલ બેઠકોમાં 10 ટકા ઈબીસીને કારણે બેઠકોમાં વધારો થશે. જ્યારે 4350 મેડિકલ બેઠક ગુજરાતમાં હતી તેની જગ્યાએ હવે 914 બેઠકોનો ઈબીસીને કારણે વધશે. 914 જેટલી નવી બેઠક આ વર્ષે વધી છે. ગુજરાતની 5264 મેડિકલ બેઠકો વધશે. જ્યારે અમરેલીની 185 બેઠકોમાં પણ વધારો થશે.


અમૂલ ડેરી દેશભરમાં કરશે 1200 કરોડનું રોકાણ, બનાસકાંઠામાં નાખશે નવો પ્લાન્ટ


8 લાખથી ઓછી આવક વાળાને આર્થિક અનામતનો લાભ મળશે 
1000 વિધાર્થીઓને સરકારી મેડિકલ કોલેજ કે સરકાર સંલગ્ન મેડિકલ કોલેજને ઓછી ફીનો લાભ મળશે. 8 લાખથી ઓછી આવક અને કોઈ અનામતનો લાભ ન મળતો હોય તેને ઈબીસીનો લાભ મળશે. દેશમાં ગુજરાત હવે મેડિકલ શિક્ષણનું હબ બની જશે તેવો દાવો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો હતો.


રાજકોટમાં હનિટ્રેપનો કિસ્સો: વેપારી પાસે માગ્યા 15 લાખ, પાયલ બુટાણીની ધરપકડ


રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો છે કે, આટલી બેઠકો વધારો કરવામાં આવી છે પણ નિયમ પ્રમાણે સ્ટાફ ન મળે એટલે નિયમો હળવા કરવાની રજૂઆત પણ કેન્દ્રને કરવામાં આવી છે. કેન્દ્રીય સરકારમાં ખાતાની ફાળવણી પછી આરોગ્ય મંત્રી સાથે બેઠક કરવામાં આવશે. વીએસ હોસ્પિટલના તબીબી સ્ટાફને ટીબી જેવા રોગ થયો હોવાના પ્રશ્ન પર નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું નિવેદન આપવામાં આવ્યું હતું કે. કોઈપણ વ્યક્તિ ને કોઈ પણ બિમારી આવે તેની સારવાર કરવામાં આવે છે.



અલ્પેશ પણ ભાજપ સાથે જોડાઇને દેશહિત માટે કાર્ય કરી શકે છે: નીતિન પટેલ 
અલ્પેશ ઠાકોરના ભાજપના પ્રવેશ અંગેના પ્રશ્ન પર નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલનું કહ્યું કે, ભાજપની વિચારધારાનો સ્વિકાર કરનાર ભાજપમાં પ્રવેશ મળી શકે છે. કોઇ પણ વ્યક્તિ દેશ હિતમાં ભાજપમાં જોડાઈ શકે છે. અલ્પેશ દેશ હિત માટે કાર્ય કરવા માંગતો હોય તો તે પણ ભાજપ સાથે જોડાઇ શકે છે.