ગાંધીનગર : ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં મળી હતી. જેમાં મુખ્યમંત્રીએ તમામ પદાધિકારીઓ સાથે સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીએ ઝીરો કેઝ્યુઆલીટીના એપ્રોચ સાથે વહીવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા માટે સુચના આપી હતી. કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓ જ્યાં આ વાવાઝોડાની અસર થઈ શકે છે તે જિલ્લાઓમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગંભીર દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થાઓ ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. 


દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારો તત્કાલ સુરક્ષીત પરત ફરે તેવી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરવા સંબંધિત જિલ્લા કલેક્ટરોને મુખ્યમંત્રી દ્વારા સુચના આપવામાં આવી હતી. આ બેઠકમાં શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી  સૌરભ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્યસચિવ  અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ  કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવઓ  પંકજ કુમાર અને  એમ. કે દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, રાહત કમિશનર  હર્ષદ પટેલ તેમજ વરિષ્ઠ સચિવઓ ઉપસ્થિત રહ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube