ગુજરાતમાં સામાન્ય અને પેરા ખેલાડીઓની સહાયમાં ભેદભાવ કરવામાં આવશે નહીંઃ હર્ષ સંઘવી
રમત-ગમત ક્ષેત્રે નિરુત્સાહી તરીકે ગુજરાતને જોવામાં આવે છે ત્યારે ગુજરાતના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના ખેલાડીઓ સાથે ઓપન સંવાદ કરી પડતર માંગણીઓ પૂર્ણ કરવાનો વાયદો આપ્યો છે.
મૌલિક ધામેચા / અમદાવાદઃ ગુજરાતના એક ખેલાડીઓ કે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા હોય એમની સાથે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ ઓપન સંવાદ યોજ્યો હતો. અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા મેદાનમાં ખેલાડીઓ સાથે ફૂટબોલ પર હાથ અજમાવતાની સાથે સાથે ખુલ્લા મનથી સંવાદ કર્યો હતો.
ખેલાડીઓએ માંગણી કરી કે નેશનલ અને ઇન્ટરનેશનલ ખેલાડીઓને સરકારી નોકરી, શાળા-કોલેજોમાં પીટી ટીચરની અથવા ગૃહ વિભાગમાં નોકરી આપવામાં આવે. તો વધુમાં ખેલાડિઓને આર્થિક સહાય આપતી શક્તિદૂત યોજનામાં ફેરફાર કરવાની માંગ પણ કરી હતી. જ્યારે અન્ય દેશોની કક્ષાએ રાજ્યમંત્રી સ્તરીય ખેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં આવે. તો મહત્વની ચર્ચા દરમિયાન એક મુદ્દો એવો પણ સામે આવ્યા કે એસટી બસમાં ખેલાડીઓને વિનામૂલ્યે મુસાફરીની વ્યવસ્થા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
વર્ષ 2021માં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ગુજરાતમાં મજબૂત કામગીરી, 13થી વધુ કેસો નોંધ્યા
હર્ષ સંઘવીએ ખેલાડીઓ સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે ખેલાડીઓને વિભાગમાં બાબુસાહિનો સામનો નહીં કરવો પડે. સાથે જ એ જાહેરાત પણ કરી દેવાઈ કે ગુજરાતમાં સામાન્ય ખેલાડી અને પેરા (દિવ્યાંગ) ખેલાડીઓને અપાતી સહાયમાં ભેદભાવ રાખવામાં નહીં આવે. સાથે જ સરકારી નોકરી અને એસટી બસમાં નાના ખેલડીઓને મુસાફરી અંગે પણ સરકાર વિચારશીલ હોવાનું જણાવ્યું હતું. ઓલિમ્પિક વિજેતા ખેલાડીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંવાદ બાદ હર્ષ સંઘવીએ પણ ગુજરાતના ખેલાડીઓ સાથે સંવાદ શરૂ કરવા સાથે તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવા માટે વાયદો આપ્યો છે. વ્યાપારી પ્રજાની છાપ ધરાવનાર રાજ્યના રમત-ગમત મંત્રીની આ પહેલ ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે એ નિશ્ચિત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube