GUJARAT CORONA UPDATE: 14 નવા કેસ, 14 રિકવર થયા એક પણ મોત નહી

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસની સ્થિતિ ડામાડોળ છે. એક દિવસ જેટલા કેસ આવે તેના બીજા દિવસે તેનાથી અડધા પણ નથી આવતા. તો ત્રીજા દિવસે ફરી મોટો ઉછાળો આવે. આજે રાજ્યમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા હતા. તો 14 દર્દી સાજા પણ થયા હતા. જો આજ પ્કારકારે ગુજરાતીઓ સંયમીત રીતે 15 દિવસ કાઢી નાખે રોજ એક કેસ ઘટતો રહે અને રિકવરીમાં એક વ્યક્તિનો વધારો થાય તો 14 દિવસ પછી ગુજરાતમાં એક પણ કેસ નહ રહે. કારણ કે 14 નવા કેસ સામે 14 રિકવર પણ થયા. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ 2,95,854 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 8,15,536 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 


નવી સરકાર આવી ઢગલો ભરતીઓ લાવી: જો સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ જરૂર વાંચો


જો એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ રાજ્યમાં 133 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટીલેટર પર છે. 130 સ્ટેબલ છે. 8,15,536 નાગરિકોએ કોરોનાને મ્હાત આપી છે. 10082 નાગરિકોના અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે એક પણ મોત નથી જે ગુજરાત માટે સકારાત્મક બાબત કહી શકાય. નવા આવેલા કેસની વાત કરીએ તો સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશન 3, વલસાડ 2, ગાંધીનગર કોર્પોરેશન અને નવસારીમાં 1-1 કેસ સામે આવ્યા છે. 


VADODARA: પાવાગઢના ટ્રસ્ટીએ યુવતીને કહ્યું, તુ મને ખુશ કરીને તને મોટી કંપનીની માલિક બનાવીશ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 7ને પ્રથમ જ્યારે 3562 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 38512 ને રસીનો પ્રથમ અને 47231 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત 18-45 વર્ષના નાગરિકો પૈકી 95898 ને રસીનો પ્રથમ જ્યારે 110644 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. 2,95,854 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 5,73,55,728 નું કુલ રસીકરણ થયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube