Cyclone Biparjoy Live Updates: ગુજરાત છેલ્લા 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું જોશે! અંબાલાલ પટેલની ફરી એક આકરી આગાહી
Gujarat Weather Forecast: બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક વાર આકરી આગાહી કરી છે અને તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું આ વર્ષે આવ્યું છે.
Cyclone Biparjoy Live: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર વર્તાવવાનું શરૂ થઇ ગયુ છે. આ વાવાઝોડાને કારણે દરિયાકાંઠે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે. બિપોરજોય વાવાઝોડું હાલ દરિયામાં સ્થિર થયું હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ સંકટ હજું ટળ્યું નથી. બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાતનું વહીવટી તંત્ર એકશન મોડમાં આવ્યું છે.
કુદરતે ગુજરાતને ફરી રૌદ્ર રૂપ બતાવ્યું, જુઓ વાવાઝોડાના વિનાશ વેરતા 10 વીડિયો
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, સવારે 12 કલાકની સ્થિતિએ સાયક્લોન બિપરજોય પોરબંદરથી થોડું દૂર સ્થિર થયું છે. હાલ 300 કિમિ દૂર દરિયામાં સ્થિર થઈ ગયું છે. પરંતુ દેવભૂમિ દ્વારકા, જખૌ અને નલિયાથી અંતર વધુ ઓછું થયું છે. હાલ વાવાઝોડું દ્વારકાથી 280 કિમી દૂર. જખૌથી 310 કિમી દૂર અને નલિયાથી 330 કિમિ દૂર છે. હાલ પોરબંદરમાં વરસાદ નથી.
ગુજરાતનું આ ગામ દર વર્ષે 2 તોફાનનો કરે છે સામનો, દરિયામાં કરંટ જોઈને કહી દે તોફાન..
બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક વાર આકરી આગાહી કરી છે અને તેમણે જણાવ્યું છે કે, ગુજરાતમાં 50 વર્ષમાં ન જોયું હોય તેવું વાવાઝોડું આ વર્ષે આવ્યું છે. રાજ્યના દરિયાઈ વિસ્તારમાં ચિંતામાં વધારો થયો છે. કારણ કે બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.
પાકિસ્તાનના કરાંચી તરફ જઈ રહેલા Cyclone Biparjoy એ કેમ લીધો ગુજરાત તરફ U ટર્ન
અંબાલાલ પટેલે કહ્યું કે, બિપોરજોય વાવાઝોડાની અસર ગુજરાતમાં છેલ્લા 50 વર્ષમાં સૌથી મોટી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ધૂળના તોફાનો, સાથે કડાકા-ભડાકા, આંધી સાથે વરસાદ વરસી શકે છે. રાજ્યના પશ્ચિમ કાંઠા પર વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી શકે છે તેમજ તેજ પવન સાથે વરસાદ ખાબકી શકે છે.
અંબાલાલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતનો દરિયો તોફાની બનશે અને ભારે કરંટ જોવા મળશે. એટલું જ નહીં, ભારે પવન ફૂંકાશે અને ઊંચા મોજા ઉછળશે. ભારે વરસાદની સ્થિતિ મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે. વાવાઝોડાની સૌથી વધારે અસર ઓખા, દ્વારકા, માંગરોળમાં વર્તાશે. તો વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વાવાઝોડાની અસર થશે. વાવાઝોડાને પગલે વલસાડ, નવસારીના ભાગોમાં અતિભારે વરસાદ પડશે.
Vastu Tips: આજે જ ઘરે લાવો માટીની આ વસ્તુઓ, ચમકી જશે ભાગ્ય; પૈસાનો થશે વરસાદ
ગુજરાતમાં ક્યા ક્યા વરસાદ પડશે
આગામી 13થી 16 જૂન દરમિયાન વરસાદની સંભાવના સૌથી વધારે છે. 13થી 16 જૂન દરમિયાન વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સુધી વાવાઝાડાની અસર થશે. મધ્ય ગુજરાતના આ ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં, આ તારીખોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ગાજવીજ અને ધૂળની ડમરી સાથે વરસાદ ખાબકશે. બંગાળના ઉપસાગરમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે વાવાઝોડું મજબૂત બન્યું છે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકવા લાગશે.
વાવાઝોડાની ભીતિ વચ્ચે આવ્યો ભૂકંપ, દિલ્હી NCR માં 20 સેકન્ડ સુધી ધરા ધ્રુજી
સ્થળાંતરની વિગત:
જૂનાગઢ ૫૦૦, કચ્છ ૬૭૮૬, જામનગર ૧૫૦૦, પોરબંદર ૫૪૩, દ્વારકા ૪૮૨૦, ગીર સોમનાથ ૪૦૮, મોરબી ૨૦૦૦, રાજકોટ ૪૦૩૧. અત્યાર સુધી કુલ સ્થળાંતરનો આંકડો ૨૦૫૮૮ એ પહોંચ્યો.