Gujarat Weather 2022: ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે અરબ સાગરથી આવતા ભેજના કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં માવઠાની અસર વર્તાતી હતી. બીજી બાજુ આકાશમાં વાદળો છવાયેલા રહેતા જોઇએ એવી ઠંડી પડી રહી નહોતી. પરંતુ આગામી 22 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશમાં ભારે હિમવર્ષનાની શક્યતા રહેતા રાજ્યમાં ભારે ઠંડીની શક્યતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નાતાલ બાદ રાજ્યમાં ઠંડીની તીવ્રતા વધશે અને 29 ડિસે થી 20 જાન્યુઆરી વચ્ચે હવામાનમાં ફરીથી પલટો આવી શકે છે જેના કારણે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ અથવા તો માવઠાની પણ શક્યતા છે. સામાન્ય રીતે આકાશમાં વાદળો આવતા ઠંડી ઘટે છે. પરંતુ જાન્યુઆરી 30-31માં હવામાન પલટો આવી શકે છે. 22 ડિસેમ્બર પછી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બરની શરૂઆતમાં જ હવામાનમાં પરિવર્તન આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં ધુમ્મસનું પ્રમાણ પણ વધુ રહેશે અને ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે. અરબી સમુદ્રમાં પણ તેની અસર વર્તાશે. 


જાન્યુઆરી 2023માં 11થી13 તારીખે પણ પલટો આવી શકે છે. દરિયાકિનારે પવન રહેવાની શક્યતા પણ અંબાલાલ પટેલે સેવી છે અને કહ્યું છે કે આ વખતે ઠંડી અને વાદળછાયા વાતાવરણની શક્યતા છે. બીજી બાજુ ઉ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 5 ડિગ્રી નીચું તાપમાનની શક્યતા છે. મહત્વનું છે કે અમદાવાદ સહિતના અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનુ પ્રમાણ ફરી વધુ જોવા મળ્યું છે. આજથી શહેરમાં સામાન્ય કરતાં વધુ સામાન્ય તાપમાનના લગભગ એક અઠવાડિયા પછી જોવા મળી રહ્યું છે. ત્યારે આજરોજ રવિવારથી પારો ગગડવાની સંભાવના છે. આથી રાજ્યમાં હવે કાતિલ ઠંડીનો અનુભવ થશે.


હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ શનિવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 34 ડિગ્રી સેલ્સિયસ અને 20.1 ડિગ્રી, સામાન્ય કરતાં 4.4 અને 6.4 ડિગ્રી વધુ રહ્યુ હતુ. ત્યારે રવિવારે લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં ધરખમ વધારો થશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની કરી આગાહી કરી છે.


આગામી બે-ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બે-ત્રણ ડિગ્રીનો ક્રમશઃ ઘટાડો થવાની સંભાવના છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનું જોર વધી રહ્યું છે. વહેલી સવારે ઠંડા અને સૂકા પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે, 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. જેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે. 2 થી 3 દિવસ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધી જશે.