Woman Safety In Gujarat ગૌરવ પટેલ/અમદાવાદ : ભારતને પુરુષપ્રધાન દેશ કહેવાય છે..પરંતુ આ પુરુષ પ્રધાન દેશમાં હવે મહિલાઓની સ્થિતિ દિવસને દિવસે ખરાબ થઈ રહી છે..નોકરી, ધંધા, રોજગાર, નશો કે પછી અન્ય કોઈ પણ કારણ..તમામ બાબતોનો ગુસ્સો પુરુષો ઘરેની સ્ત્રી પર કાઢે છે..જેથી હવે ગુજરાતમાં ડોમેસ્ટિક વાયોલેશન એટલે કે ઘરેલુ હિંસાના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે કેમ ગુજરાતની મહિલાઓ બની રહી છે ઘરેલુ હિંસાનો ભોગ જોઈએ આ ખાસ રિપોર્ટમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓ માટે સુરક્ષીત ગણતા ગુજરાત રાજ્યમાં પણ ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. જેમાં મહિલાઓની સતામણી, ત્રાસ અને ઘરેલું હિંસા સહિતની ઘટનાઓમાં ધરખમ વધારો થયો છે. ગુજરાતમાં ઘરેલું હિંસાના કોલમાં વર્ષ 2018ની સરખામણીએ 2022માં 35 ટકાનો વધારો થયો છે..જ્યારે મહિલાઓની સતામણી, ત્રાસ અને અપમાનજનક શબ્દોના કોલમાં 105 ટકાનો વધારો નોંધાયો છે. મહિલાઓ પર થતી ઘરેલું હિંસાના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે. અભયમ હેલ્પલાઈન પર આવેલા કોલના વિશ્લેષણમાં ખુલાસો થયો છે. ગુજરાતમાં ઘરેલું હિંસાના વર્ષ 2018થી 2020 સુધી સરેરાશ 65,000 કોલ આવ્યા છે. 


ક્યાં વર્ષમાં ઘરેલું હિંસાના કેટલા કોલ નોંધાય છે તેની વાત કરીએ તો...વર્ષ 2018માં 52,813 કેસ, વર્ષ 2019માં 61,159 કેસ, વર્ષ 2020માં 66,282 કેસ નોંધાયા હતા..જ્યારે વર્ષ 2021માં 79,675 કેસ અને વર્ષ 2022માં 87,732 કેસ નોંધાયા છે.


આ પણ વાંચો : 


ગુજરાતમાં માનવ બલીનો કિસ્સો : શક્તિશાળી-અમીર બનવા 3 લોકોએ 9 વર્ષના માસુમની બલી ચઢાવી


આ વિશે સોસાયટી ફોર વુમન્સ એક્શન એન્ડ ટ્રેઇનીંગ ઇનીશેટીવ (સ્વાતી) ના ડાયરેક્ટર પુનમબેન કહે છે કે, મહિલાઓને હવે બહાર નીકળવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે..ત્યારે સ્ત્રીઓની સતામણી, ત્રાસ, અપમાનના કોલની વાત કરીએ તો વર્ષ 2018માં 6637 કોલ નોંધાયા છે. તો 2019માં 9 હજાર 15 કોલ નોંધાયા હતા. વર્ષ 2020માં 9,960 અને 2021માં 15 હજાર 8 કોલ નોંધાયા હતા..તો વર્ષ 2022માં 181ને 20 હજાર 837 કોલ મળ્યા હતા. મહિલાઓ પર થતા અત્યારમાં લગ્નેત્તર સંબધના કોલમાં પણ વધારો થયો છે..જેમાં લગ્નેત્તર સંબધના કેસોમાં 5 વર્ષમાં 79 ટકાનો વધારો છે. અભયમ હેલ્પલાઈનના ડેટા પ્રમાણે, વર્ષ 2018માં 3 હજાર 837 અને વર્ષ 2019માં 4 હજાર 720 કોલ મળ્યા હતા..તો વર્ષ 2020માં 4916 અને 2021માં 7488 કોલ મળ્યા હતા..વર્ષ 2022માં 181ને 9382 કોલ મળ્યા હતા. 


અમદાવાદ જિલ્લા અને શહેરના વિકાસની સાથે મહિલાઓ પર થતી ઘરેલુ હિંસાની ઘટનાઓમાં પણ વધારો થયો છે. જેમાં અભયમમાં 2018થી 2020 સુધીમાં સરેરાશ 60 હજાર જેટલા કોલ આવ્યા હતા. તો વર્ષ 2018માં 22,188 અને  2019માં 25,368 કોલ નોંધાયા હતા. વર્ષ 2020માં 20,414, 2021માં 26,996 અને 2022માં 31,580 કોલ મળ્યા હતા. તો કોલ મળતા મહિલાઓને બચવવા 181 અભયમની કામગીરીમાં લાગી જાય છે. જેમાં મહિલાઓને બચાવવા 2018માં 4 હજાર 790, 2019માં  4 હજા 228 અને 2020માં 3 હજાર 777 વેન મોકલવામાં આવી હતી..તો 2021માં 5 હજાર 38 અને વર્ષ 2022માં  4 હજાર 903 વેન મોકલવામાં આવી હતી.


આ પણ વાંચો : 


ગાંધીનગરથી IPS અધિકારીઓના પ્રમોશનના ઓર્ડર છૂટ્યા, જાણો કોને મળ્યું પ્રમોશન


રાજ્યના પાટનગરથી લઈને છેવાડાના જિલ્લા સુધી ઘરેલુ હિંસાના કેસમાં વધારો થયો છે. જેમાં સૌથી વધુ ગાંધીનગર જિલ્લામાં 70 ટકા ઘરેલુ હિંસાના કોલ વધારો નોંધાયો છે. અમદાવાદમાં 50 ટકા બનાસકાંઠામાં 53 ટકા, ડાંગમાં 49 ટકા, સુરતમાં 48 ટકા, સુરેન્દ્રનગરમાં 44 ટકા, મહેસાણામાં 42 ટકા કોલ વધ્યા છે. તો નવસારીમાં 38 ટકા અને પોરબંદરમાં 38  ટકા કોલમાં વધારો નોંધાયો છે. મહિલાઓને આવી ઘટનાઓથી બચાવવા માટે વર્ષ 2014માં 181 અભયમની શરૂઆત કરવામાં આવી હતી. હાલ ગુજરાતમાં 47 રેસ્ક્યુ અભયમ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાં દરરોજના બેથી અઢી હજાર કોલ અભયમને મળે છે. એમાં પણ રોજના 500 કોલ ગંભીર જ્યારે 120 જેટલા સામાન્ય મદદ માટેના કોલ હોય છે. જેમાં સૌથી વધુ ડોમેસ્ટિક વાયોલન્સની ઘટનાના કોલ નોંધાય છે. ઘરેલું હિંસાના કેસ 25 ટકાથી વધીને હવે 43 ટકા થયા છે. સાથે જ ટેલિફોન સ્ટોકિંગ, ફિઝિકલ અને નોન ફિઝિકલ ઘરેલું હિંસાના કેસ પણ સામે આવે છે. જેનું મુખ્ય કારણ છે લોકોની જીવનશૈલીમાં આવેલા બદલાવથી કેસોનું પ્રમાણ વધ્યું છે.


આ પણ વાંચો : 


અમૂલ ફેડરેશનના ચેરમેન પદ માટે મહેસાણા હોટ ફેવરિટ, ચૂંટણી પહેલાં રસાકસી રહેશે


ઘરેલુ હિંસામાં પણ પતિ દ્વારા મારઝૂડ કરી શારીરિક હિંસા, પરિવારના સભ્યો દ્વારા મેણાંટોણાં મારવાંના કેસમાં સૌથી વધારે વધારો થયો છે. સાથે જ જાતીય સતામણીના કેસોમાં પણ વધારો થયો છે. ત્યારે આ કેસોમાં વધારો થવા પાછળના કારણની વાત કરીએ તો, પરિવારમાં આર્થિક સંકડામણ અને માનિસક તણાવ મુખ્ય કારણ છે. કોરોનાના કારણે થયેલી બેરોજગારી અને તેના પરિણામે ઉદ્ભવતી હતાશાથી કેસ વધ્યા છે. લોકડાઉનમાં જીવનસાથીની  સતત હાજરી પણ એક કારણ હોય શકે છે. વૈવાહિક વિખવાદથી માંડીને સાસરિયાં સાથે ઝઘડો અને દારૂના સેવનના લીધે પણ કેસ વધ્યા છે. કોવિડના કારણે બેરોજગારી અને ફરીથી નોકરી ના મળવાના કારણે લોકો પરેશાન થયા છે. 


આમ તો કોરોના સમગ્ર વિશ્વ માટે મહામુસીબત લાવ્યો છે..પરંતુ ખાસ કરીને કોરોનાના લીધે મહિલાઓની સમસ્યામાં બમણો વધારો થયો છે. લોકડાઉન અને કોવિડ કાળમાં ઘરેલુ હિંસાના કેસમાં વધારો થયો છે. કોવિડ બાદ રોજગારી ગુમાવનારી મોટાભાગની મહિલાઓ પાછી નોકરી ન મેળવી શકી. તો કોવિડ બાદ બેરોજગાર રહેલા લોકોમાં 90 ટકા મહિલાઓ અને 10 ટકા પુરૂષો છે. જેથી મહિલાઓ ઘરેલુ હિંસાનો ભોગ બની રહી છે.


આ પણ વાંચો : કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા.. આ Photos જોઈ કચ્છમાં વધારે દિવસ ફરવાની ઈચ્છા થશે