ઝી મીડિયા/બ્યૂરો :પીએમ મોદી (PM Modi) હંમેશા સૌને ચોંકાવવી દેવા માટે પ્રખ્યાત છે. હંમેશા એવુ બન્યુ છે જ્યારે જ્યારે નિમણૂંકોની વાત આવી છે, ત્યારે ત્યારે પીએમ મોદીએ નવુ નામ લાવીને સૌને ચોંકાવી દીધા છે. ગુજરાતના 17 મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે નીતિન પટેલને ફરી એકવાર નિરાશા સાંપડી છે. સતત ત્રીજીવાર નીતિન પટેલ (Nitin Patel) નુ મુખ્યમંત્રી પદ પરથી પત્તુ કપાયુ છે. પાટીદાર (Patidar) સીએમ લાવવાની પાટીદારોની મનશા તો પૂરી થઈ, પણ નીતિનભાઈના નસીબે આ વખતે પણ સાથ ન આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર, ભૂપેન્દ્ર પટેલના હાથમાં સત્તાનું સુકાન


ગઈકાલે વિજય રૂપાણી (Vijay Rupani) એ રાજીનામુ આપ્યા બાદના 24 કલાકમાં ભાજપે સૌના જીવ ઉંચાનીચા રાખ્યા હતા. આ 24 કલાકમાં મુખ્યમંત્રી પદના દાવેદારી માટે અનેક નામો ચર્ચાયા હતા. જેમાં સીઆર પાટીલ, મનસુખ માંડવિયા, નીતિન પટેલ, આરસી ફળદુ, પ્રફુલ પટેલ, ગોરધન ઝડફિયા, ગણપત વસાવા જેવા અનેક નામો રેસમા હતા. પરંતુ કોઈને કાનોકાન ખબર ન પડી કે દિલ્હીથી જે કવર આવ્યુ છે, તેમાંથી ભૂપેન્દ્ર પટેલનું નામ ખૂલશે. 2017માં નીતિન પટેલનું નામ ચર્ચાઈ રહ્યું હતું ત્યારે વિજય રૂપાણીને મુખ્યમંત્રી જાહેર કરી ચોંકાવ્યા હતા. એ પહેલા આનંદીબેન વખતે પણ નીતિનભાઈને આશા હતી, ત્યારે પણ તેમના હાથમાંથી પદ છીનવાયુ હતું. ત્યારે આ વખતે તો સોશિયલ મીડિયામાં પણ નીતિન પટેલ હોટ ફેવરિટ બન્યા હતા. પરંતુ છેલ્લી ઘડીએ નીતિન પટેલ ફરી આઉટ થયા હતા.


આ પણ વાંચો : રૂપાણી કેબિનેટના અડધોઅડધ મંત્રીઓના પત્તા કપાય તેવી શક્યતા, નવા ચહેરા જોવા મળશે 


જોકે, નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રીના પદ પર કાયમ રખાય છે કે કેમ તે થોડી વારમાં માલૂમ પડી જશે. એક થિયરી મુજબ, નાયબ મુખ્યમંત્રીની ઉત્તરાખંડના રાજ્યપાલ બનાવવાની પણ ઓફર આવવામાં આવી શકે છે. જોકે, ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાતથી એક વાત તો પાક્કી છે કે સરકાર પર પાટીદાર મુખ્યમંત્રી બનાવવાનું દબાણ કેવુ હશે.