Gujarati Architect Bimal Patel : પીએમ મોદીના ઘણા ડ્રીમ પ્રોજેક્ટ નવા સંસદભવન પહેલાં પણ પૂરા થઈ ચૂક્યા છે, પરંતુ શું તમે જાણો છો કે આ બધી યોજનાઓ પાછળ માત્ર એક જ વ્યક્તિ છે, જેમની રચનાઓ 'ગુજરાત મોડલ'નું કેન્દ્રબિંદુ રહ્યા છે. પીએમ મોદીની આ યોજનાઓને પૂર્ણ કરવામાં સૌથી અહમ રોલ આર્કિટેક્ટ બિમલ પટેલનો (Architect Bimal Patel) છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીમ હતા, ત્યારે પણ બિમલ પટેલ ગુજરાત મોડલને લઈને ચર્ચામાં લાવ્યા હતા અને તેમની મુખ્ય યોજનાઓને પૂર્ણ કરીને તેમનો વિશ્વાસ જીત્યો હતો. આ કારણે બિમલને 'મોદીના આર્કિટેક્ટ' પણ કહેવામાં આવે છે. અમદાવાદના મુશ્કેલ એવા સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને પણ બિમલ પટેલે પાર પાડ્યો હતો. બિમલ પટેલે કાશી વિશ્વનાથ કોરિડોરની પણ ડિઝાઈન તૈયાર કરી હતી. ત્યારે ભારતના નવા સંસદભવનના વાસ્તુકાર પણ બિમલ પટેલ જ છે. પણ શું તમે જાણો છો કે બિમલ પટેલને આ સંસદ ભવનના નિર્માણ માટે કેટલા રૂપિયા ચૂકવવામા આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે બિમલ પટેલ?
બિમલ પટેલ ગુજરાતમાં અમદાવાદના રહેવાસી છે અને HCP નામની કન્સ્ટ્રક્શન કંપનીના ચેરમેન પણ છે. તેમણે 1984માં CEPT, ગુજરાતમાંથી આર્કિટેક્ચરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો હતો અને તેના ચેરમેન અને MD તરીકે કામ કરી રહ્યા છે. બિમલ પટેલને આર્કિટેક્ચર, શહેરી ડિઝાઇન અને શહેરી આયોજનનો 35 વર્ષથી વધુનો અનુભવ છે. તેમણે 1988માં સીટી પ્લાનિંગમાં માસ્ટર ડિગ્રી અને 1995માં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી સીટી અને રિઝનલ પ્લાનિંગમાં PHDની ડિગ્રી મેળવી છે. 1990માં બિમલ પટેલે તેમના પિતા સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે સૌપ્રથમ અમદાવાદમાં આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની રચના કરી હતી. આ માટે તેમને 1992માં આર્કિટેક્ચર માટે આગા ખાન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પછી તેણે ઘરો, સંસ્થાઓ, ઔદ્યોગિક ઇમારતો અને શહેરી પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું. હાલ તેઓ અમદાવાદમાં સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીના ચેરમેન પણ છે. 


પહેલીવાર મે મહિનામાં ગુજરાતમાં વાદળો બંધાયા, આ દિવસોમાં છે વરસાદની આગાહી


બિમલ પટેલને ચૂકવાશે આટલા રૂપિયા 
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ ગયા વર્ષે માહિતી આપતા જણાવ્યું હતું કે, બિમલ પટેલની SCHI ડિઝાઇન્સે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્સી બિડ જીતી હતી. તેમની પેઢીને નવી સંસદ સહિતના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્સી સેવાઓ માટે રૂ. 229.75 કરોડ ચૂકવવામાં આવશે.


સંસદ ભવન ત્રિકોણાકાર કેમ છે
સંસદભવનની ડિઝાઈન અંગે બિમલ પટેલે જણાવ્યું કે, નવી સંસદ ભવન ત્રિકોણાકાર આકારમાં ડિઝાઇન કરવામાં આવી છે. કારણ કે તે, ત્રિકોણાકાર પ્લોટ પર બેસે છે અને તેમાં ત્રણ મુખ્ય જગ્યાઓ છે. જેમાં લોકસભા, રાજ્યસભા અને સેન્ટ્રલ લોન્જ હાજર છે. તેમજ દેશના વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓમાં ત્રિકોણને પવિત્ર માનવામાં આવે છે.


ગુજરાત મોડલના ધજ્જિયા ઉડાડતો વીડિયો, કમોસમી વરસાદમાં જ અમદાવાદ એરપોર્ટમાં પાણી ભરાયા


આ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા


  • સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટા

  • વિશ્વનાથ ધામ, શ્રી કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી

  • ગુજરાત સરકારના મંત્રીઓના બ્લોક અને સચિવાલય સંકુલનો વિકાસ

  • આગા ખાન એકેડમી, હૈદરાબાદ

  • પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગાંધીનગર

  • સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને તેની સંપૂર્ણ ડિઝાઇન

  • ટાટા સીજીપીએલ ટાઉનશીપ, મુન્દ્રા

  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદનું નવું કેમ્પસ

  • ગુજરાત હાઈકોર્ટ બિલ્ડીંગ

  • ભારતીય ઉદ્યોગ સાહસિક વિકાસ સંસ્થા, અમદાવાદ

  • અમદાવાદમાં ગાંધી આશ્રમનો પુનઃવિકાસ


પ્રેમિકાનું ઢીમ ઢાળી દેનાર સુરજ ભુવાજી ઉદ્યોગપતિ જેવી જિંદગી જીવતો, PHOTOs જોઈને ઈર્ષ્યા આવશે


પુરસ્કારો અને સન્માન
વર્ષ 2019 માં બિમલ પટેલને ખૂબ જ સારી કામગીરી માટે પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો.
બિમલ પટેલને 2008માં કોલેજ ઓફ એન્વાયર્નમેન્ટલ ડિઝાઈન, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, બર્કલે તરફથી પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થી એવોર્ડ મળ્યો હતો.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની ડિઝાઇનમાં શ્રેષ્ઠતા માટે 2006માં વડાપ્રધાનનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.


નાથદ્વારા દર્શન કરવા ગયેલા ગુજરાતી વેપારીને આવ્યું મોત, રાજકોટમાં હાર્ટએટેકથી 2 મોત


આ કારણે છે પીએમના ખાસ 
પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતો હતો, પરંતુ તેની પૂર્ણતાને જોઈને મોદી બિમલ પટેલથી ખૂબ જ ખુશ થયા અને ત્યાર બાદ તેમણે ઘણા પ્રોજેક્ટનું કામ તેમને સોંપ્યું છે અને તેમને પૂર્ણ કરીને આપ્યું છે.