નથી ઉતરતો મોહ! નકલી પતિ પત્ની બનીને કેનેડા જઈ રહેલા ગુજરાતી યુવક યુવતીનો આ રીતે ફૂટ્યો ભાંડો
Gujarat News: મહેસાણા જિલ્લાના એક ગામનો યુવક અને 21 વર્ષની અમદાવાદના ગોતાની યુવતી પાસપોર્ટમાં ચેડા કરાવીને કેનેડા જઈ રહ્યા હતા. જાણો કઈ રીતે પોલીસે પકડી પાડ્યા.
ગુજરાતીઓને વિદેશ જવાનો મોહ ઉતરતો નથી. યેન કેન પ્રકારે વિદેશમાં ક્યાંય પણ જવા માટે કોઈ પણ રસ્તો અપનાવતા જાણે ખચકાતા નથી. જેનું પરિણામ ક્યારેક ઘણું આકરું આવતું હોય છે. હાલમાં જ અમદાવાદનું એક કપલ ઈરાનમાં કિડનેપ થઈ ગયું. જો કે ગુજરાત સરકારના પ્રયત્નોથી છૂટકારો કરાવવામાં સફળતા મળી પરંતુ આમ છતાં જીવના જોખમે વિદેશ જવાનો મોહ છૂટતો નથી. દિલ્હી એરપોર્ટ પર આવોજ એક કિસ્સો જોવા મળ્યો. જ્યાં નકલી પતિ પત્ની બનીને કેનેડા જઈ રહેલા બે ગુજરાતીઓ ઝડપાઈ ગયા.
મળતી માહિતી મુજબ 26 વર્ષનો મહેસાણા જિલ્લાના એક ગામનો યુવક અને 21 વર્ષની અમદાવાદના ગોતાની યુવતી પાસપોર્ટમાં ચેડા કરાવીને કેનેડા જઈ રહ્યા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે ચેન્નઇથી વાયા દિલ્હી થઇ ટોરેન્ટો જતી ફ્લાઇટનું તેમણે ચેક-ઇન પણ કરાવી લીધુ. પરંતુ એરલાઈનના સ્ટાફને શંકા જતા તપાસ હાથ ધરાઈ અને આખરે ભાંડો ફૂટી ગયો. યુવક યુવતી કેનેડા પહોંચ્યા બાદ સરહદ પાર કરીને અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા પરંતુ તે પહેલા જ પકડમાં આવી ગયા
અંબાલાલ પટેલની આગાહી: આ 3 તારીખે રહેજો સાવધાન...ગુજરાતના અનેક જિલ્લાઓ થશે જળબંબાકાર
વાહ ખરા નાયક! દીકરો હોસ્પિટલમાં છતાં એટલા કામગરા કે 22 દિવસ બાદ મુંબઈ પહોંચ્યા
પારકી પરણેતર સાથે હોટલના વાયરલ થયેલા Video અંગે AAP ધારાસભ્યે આપ્યું મોટું નિવેદન
તપાસ હાથ ધરાતા જાણવા મળ્યું કે અમેરિકાના એજન્ટે યુવક અને યુવતીના પાસપોર્ટની સઘળી વ્યવસ્થા કરી હતી. તેમને અપાયેલા પાસપોર્ટ પંજાબના લુધિયાણાના અને માર્ચ 2023માં કેનેડા સેટ થયેલા શિવાની બંસલ અને સની બંસલના હોવાનું જાણવા મળ્યું છે. કપલ 29 માર્ચે વર્ક વિઝાના આધારે કેનેડા ગયુ હતું. અમેરિકાના એજન્ટોએ જેમ તેમ કરીને પંજાબી કપલના પાસપોર્ટ ભારત ભેગા કર્યા અને તેમાં ચેડા કરીને ગુજરાતી યુવક યુવતીને નકલી પતિ પત્ની બનાવી કેનેડા આવવાની પ્રક્રિયા કરાવી દીધી. પણ ફ્લાઈટમાં એરલાઈનના સ્ટાફને શંકા ગઈ અને પર્દાફાશ થો. પોલીસ તપાસમાં સામે આવી ગયું કે પાસપોર્ટમાં ચેડા કરીને કેનેડા જઈ રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube