Gujaratis In Canada : એક 1 વર્ષ અગાઉ  અમેરિકા-કેનેડા બોર્ડર પર ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન મોતને ભેટેલા ડિંગુચાના પટેલ પરિવારની ઘટના બહાર આવ્યા બાદ કલોલ નજીકના ડીંગુચા ગામનું નામ આખીય દુનિયામાં ચર્ચામાં આવી ગયું હતુ. કેનેડામાં ડિંગુચા ગામના પટેલ પરિવારના 4 સભ્યોના મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. આ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ડિંગુચાના પટેલ પરિવારના મોત મામલે કેનેડા પોલીસની ટીમે ગુજરાત ધામા નાખ્યા છે. કેનેડા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેનેડામાં ડિંગુચા ગામના પટેલ પરિવારના 4 સભ્યોના મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ડિંગુચાના પટેલ પરિવારના મોત સાથે જોડાયેલી માહિતી જાણવા માટે કેનેડા પોલીસની ટીમ ગુજરાત આવી પહોંચી છે. કેનેડા પોલીસીની ટીમે ગુજરાતમાં તપાસ શરૂ કરી છે. આ મામલે સ્થાનિક પોલીસની સાથે મળી તપાસ કરવામા આવી રહી છે. ડિંગુચાના પરિવારના મોતના કેસમાં અમદાવાદ અને અન્ય શહેરોમાં તપાસ કરવામા આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેનેડા પોલીસની ટીમ કેટલાક લોકોની પૂછપરછ કરી છે. આ તરફ અગાઉ ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ SMCએ બોબી પટેલની ઓફિસ અને નિવાસ સ્થાને તપાસ કરી હતી. આ દરમિયાન SMCએ મહત્વના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. 


સમોસા ખાતાં પહેલાં વિચારજો, સમોસામાં ગાયનું માંસ ભરી વેચતો નરાધમ પકડાયો


ડિંગુચા પરિવારનું મોત
અમેરિકામાં ગેરકાયદે ઘૂસવાની લ્હાયમાં 4 પટેલ નાગરિકો કેનેડા બોર્ડર પર થીજીને મોતને ભેટ્યા. આ ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. 2022માં જ કેનેડાની સરહદેથી અમેરિકામાં પ્રવેશતી વખતે કલોલ તાલુકાના ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોએ જીવ ગુમાવ્યા હતા. માઈનસ 35 ડિગ્રી ઠંડીમાં થીજી જતાં દંપતી અને બે બાળકો મોતને ભેટ્યા હતા. ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચા ગામે બળદેવભાઇ પટેલ અને તેમનો પરિવાર રહે છે. 10 દિવસ અગાઉ બળદેવભાઇનો પુત્ર જગદીશ પટેલ અને તેના પત્ની તેમજ પુત્રી, પુત્રી 10 દિવસ અગાઉ એજન્ટ મારફતે કેનેડા ગયા હતા. કેનેડા ગયા બાદ તેમનો સંપર્ક થયો ન હતો. જેના બાદ તેમના કેનેડા બોર્ડર પર મોતના સમાચાર સામે આવ્યા હતા. 


હાર્ટએટેક આવવાનું કારણ કોરોના વેક્સીન છે? જાણીતા તબીબે કર્યો આ અંગે મોટો ખુલાસો
 
ગુજરાતીઓની વિદેશ જવાની લ્હાય
સરકાર ગમે તેવા કાયદા બનાવી લે કે પછી પોલીસ ગમે તેટલી ભીંસ વધારી દે, ગુજરાતીઓનું બે નંબરમાં અમેરિકા જવાનું કદાચ ક્યારેય બંધ નહીં થાય. આ ધંધામાં એજન્ટોને તો તગડી કમાણી છે જ, પરંતુ જે લોકો જીવનું જોખમ લઈને અમેરિકા જાય છે તે લોકો પણ ત્યાં સેટલ થયા બાદ સારું એવું કમાઈ લેતા હોય છે. એક સામાન્ય તારણ અનુસાર, બે નંબરના રુટમાં અમેરિકા જતાં મોટાભાગના લોકો ઓછું ભણેલા અને અનસ્કીલ્ડ હોય છે. તેઓ ભારતમાં પણ કંઈ ખાસ કમાઈ શકે તેવી સ્થિતિમાં નથી હોતા. તેવામાં અમેરિકામાં ફુડ ડિલિવરી કે પછી નાના-મોટા સ્ટોર્સ, પેટ્રોલપંપ કે અન્ય જગ્યાઓ પર કામ કરી આ લોકો સારી એવી કમાણી કરતા હોય છે. જોકે, અમેરિકા પહોંચીને પણ રિસ્ક ઝીરો થઈ જાય છે તેવું જરાય નથી. પરંતુ ત્યાં સહી-સલામત પહોંચવું તે કોઈ નાની અને સરળ વાત નથી. ગુજરાતથી અમેરિકા જવા નીકળેલા એક વ્યક્તિને અમેરિકા પહોંચવામાં ક્યારેક છ મહિનાથી પણ વધારે સમય લાગી જતો હોય છે. 


અમદાવાદી વૃદ્ધને એકલતા દૂર કરવા બીજા લગ્ન કરવા ભારે પડ્યા, પત્નીએ એવો ઘટસ્ફોટ કર્યો