ફરી ડિંગુચા જેવી ઘટના : અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા 4 ગુજરાતીઓના મોત
Gujarati In America : અમેરિકાના મોહમાં મોતના રસ્તે જતા પરિવારો... ફરી એકવાર ગેરકાયદે ઘૂસણખોરી સામે આવી... ગેરકાયદે ઘૂસણખોરીમાં એક પરિવારે જીવ ગુમાવ્યો
Gujarati In Canada : કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે નદી પાર કરીને ઘૂસણખોરી કરનારા 8 લોકોના મોતના સમાચાર ગઈકાલે સામે આવ્યા હતા. કાદવમાંથી 8 લોકોના મૃતદેહ મળ્યો હતા. ત્યારે તેમાંથી ચાર ગુજરાતીઓ હોવાનું ખૂલ્યું છે. મહેસાણાના વિજાપુરના ડાભલા માણેકપુર ગામના ચાર ગુજરાતીઓ અમેરિકા જતા મોતને ભેટ્યા છે. અમેરિકા જવાની લાલચે કુલ 8 યુવાનોના બોર્ડર પાર કરતા સમયે કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે, જેમા ચાર ગુજરાતીઓ સામેલ હતા.. આ તમામ લોકો કેનેડાથી ગેરકાયદેસર રીતે નાની હોડીમાં સવાર થઈને અમેરિકા જઈ રહ્યા હતા. પરંતું વાતાવરણ ખરાબ હોવાથી હોડી ડૂબી ગઈ હતી, બાદમાં કાદવમાં તમામ લોકોના મૃતદેહો મળી આવ્યા છે.
અમેરિકાના મોહમાં મોતના રસ્તે જતા પરિવારોની સંખ્યા વધી રહી છે. ફરી એકવાર ગુજરાતીઓની અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી સામે આવી છે. ગેરકાયદે ઘૂસણખોરીમાં એક પરિવારે જીવ ગુમાવ્યો છે. કેનેડાથી USમાં ગેરકાયદે ઘૂસતા સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી હતી. ખરાબ હવામાનના કારણે બોટ પલટી થતાં 8 લોકોના મોત થયા છે. 4 ભારતીય સહિત કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેમાં મહેસાણાના વીજાપુરમાં વસવાટ કરતું દંપતી પણ હતું.
યુવકે વીડિયો કોલ ઉપાડ્યો ત્યારે યુવતી નગ્ન હતી, યુવકના પણ કપડા ઉતરાવ્યા
કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. મૃત્યુ પામેલાઓમાં એક પરિવાર ભારતીય હતો. હવે કેનેડા પોલીસ તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે આ પરિવાર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક ગામનો હતો. મૃતકોમાં પિતા, પુત્ર અને પુત્રીનો સમાવેશ થાય છે. પરિવાર બોટ દ્વારા સેન્ટ લોરેન્સ નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસને ગુરુવારે ક્યુબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ નજીકથી મૃતદેહો મળ્યા હતા.
ખરાબ હવામાનના કારણે બોટ પલટી
એવી હકીકત સામે આવી કે, કુલ આઠ લોકો કેનેડાથી ગેરકાયદે અમેરિકા જઈ રહ્યા હતા. એવામાં બુધવારે રાતે હવામાન પલટાયુ હતું. ભારે પવન અને વાવાઝોડું આવ્યુ હતું. જેને કારણે બોટ નદીમાં પલટી ગઈ હતી. પોલીસને કોલ મળતા જ ત્યાં પહોંચી હતી. જેથી પાણીમાં ડૂબતા લોકોની ચીસો સંભળાઈ હતી. હાલ સમગ્ર વિસ્તારમાં હેલિકોપ્ટરથી સર્ચ ઓપરેશન ચાલુ છે. તો જેની બોટ છે તે વ્યકિત પણ ગુમ છે. આઠ લોકોમાં બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા તેમની પાસે કેનેડાના પાસપોર્ટ હતા. 8 લોકોમાં બે પરિવાર હોવાનું દેખાય છે.
ગુજરાતીઓની વિદેશ જવાની જીદ જીવલેણ સાબિત થઈ રહી છે. અમેરિકા-કેનેડાની બોર્ડર પર 4 ગુજરાતીઓના મૃત્યુ થયા છે. મહેસાણા જિલ્લાના 4 લોકોને વિદેશ જવાની જીદ મૃત્યુ તરફ લઈ ગઈ. વિજાપુરના ડાભલા માણેકપુર ગામના 4 લોકો મોતને ભેટ્યા છે. મૃતકોમાં વીજાપુરના પતિ-પત્ની અને બે બાળકો હતા.