મૌલિક ધામેચા/અમદાવાદ : દિલ્લી ખાતે કેન્દ્રીય કૃષિ કાયદાનો 11 દિવસથી વિરોધ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોએ 8 તારીખે કેન્દ્રીય કૃષિ કાયદામાં ભારત બંધનું એલાન આપ્યું છે. હવે ગુજરાત રાજ્યના વિવિધ ખેડૂત અગ્રણીઓએ પણ રવિવારે ડ્રાઈવ ઇન રોડ ખાતે બેઠક યોજી પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. રાજ્યના અલગ અલગ  17 જેટલા ખેડૂત સંગઠનો હાજર રહીને ખેડૂત સંઘર્ષ સમિતિની રચના કરીને 8 ડીસેમ્બરના ભારતના બંધના એલાન પાડીને સમર્થન અંગે રૂપરેખા નક્કી કરવામાં આવી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે યોજાયેલી ખેડૂત અગ્રણી બેઠકમાં 8 તારીખે ભારત બંધ સામે ગુજરાત બંધનું એલાન કરીને મજદૂરો શ્રમિકો અને તમામ લોકોને ગુજરાત બંધના આહવાન અંગે આમંત્રણ આપ્યું છે. તેમજ રાજ્યના વિવિધ સ્થળોએ ગુજરાતના ખેડૂતો 10 તારીખે ધરણા દ્વારા વિરોધ કરવા માટે પણ તૈયારી આરંભી દીધી છે.


11 તારીખે ગાંધીનગર ખાતે ખેડૂત સંસદ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના કૃષિ નિષ્ણાતો, સહકારી આગેવાન,ખેડૂતો આગેવાન સહિતના સાથે કાયદાના અંતર્ગત વિચાર વિમર્શ કાર્યક્રમ આપીને કાયદાનો વિરોધ કરવાની રણનીતિ ઘડવામાં આવી હતી. તેમજ 12 તારીખે ખેડૂતો સાથે દિલ્લી કુચ કરવાની રણનીતિ ઘડવામાં આવી છે. જેમાં રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન દ્વારા ટેકો જાહેર કરીને 35 યુનિયન સહકાર આપીને ખેડૂત આંદોલનને સમર્થન જાહેરાત કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube