ગુજરાતી સિનેમા માટે ગૌરવની વાત, ફિલ્મ `છેલ્લો શો` ઓસ્કાર-2023 માટે નોમિનેટ
ગુજરાતી ફિલ્મ છેલ્લો શોને ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા ઓસ્કાર-2023 માટે નોમિનેટ કરવામાં આવી છે. આ ગુજરાતી સિનેમા માટે ખુબ મહત્વના સમાચાર છે. નોંધનીય છે કે આ ફિલ્મ હજુ સુધી ભારતમાં રિલીઝ થઈ નથી.
અમદાવાદઃ ગુજરાતી સિનેમા માટે ખુબ સારા સમાચાર આવ્યા છે. ગુજરાતી ફિલ્મ છેલ્લો શો (Chhello Show) ની ઓસ્કોરમાં એન્ટ્રી થઈ છે. ભારત તરફથી છેલ્લો શો ફિલ્મ ઓસ્કાર-2023 માટે એન્ટ્રી કરનારી ફિલ્મ બની છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ 14 ઓક્ટોબરે ભારતભરમાં રિલીઝ થવાની છે.
સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર હવે રજૂ થશે. આ ગુજરાતી ભાષાની ફિલ્મએ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલો પર કબ્જો જમાવ્યો છે અને હવે 14મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના સિલેકટેડ સ્ક્રીન પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ , જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ, છેલ્લો શો એલએલપી અને માર્ક ડ્યુઅલ દ્વારા કરવામાં આવ્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube