રજની કોટેચા/ઉના :દરિયામાં ખજાનો છુપાયો છે એવા પુરાવા અનેકવાર સામે આવતા રહે છે. બારેમાસ દરિયામાં રહેતા માછીમારોને ક્યારેક એવી વસ્તુઓ હાથ લાગી જાય છે કે તેમનુ નસીબ ચમકી જાય છે. આવી જ રીતે એક ગુજરાતી માછીમારનું નસીબ ચમક્યુ છે. અમરેલીના એક માછીમાર રાતોરાત કરોડપતિ બની ગયા છે. તેના હાથમાં એવો કિંમતી ખજાનો લાગી ગયો કે, તેના ખુશીનો કોઈ પાર નથી રહ્યો. આ માછલીએ તેમને કરોડપતિ બનાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉનાના રાજપરા બંદરે માછીમાર કરોડપતિ બન્યાની ચર્ચા ચારેકોર ફેલાઈ ગઈ છે. ગત તૌકતે વાવાઝોડામાં કરોડોની નુકશાની ભોગવેલ માછીમારો માટે ચાલુ વર્ષની માછીમારી સીઝન આશીર્વાદ રૂપ બની છે. અમરેલીના એક માછીમારના જાળના એવી માછલી ફસાઈ છે, જેને કારણે તેમના કરોડપતિ બનવાના દ્વાર ખૂલી ગયા છે. અમેરલીના જાફરાબાદની લક્ષ્મી પ્રસાદ નામની બોટ દરિયામાં માછીમારી કરવા ગઈ હતી. જેમાં માછીમારના જાળમાં 2000 જેટલી ઘોલ માછલી આવી છે. 


આ પણ વાંચો : વિચિત્ર આત્મહત્યા : મોત માટે યુવકે કર્યો માસ્ક અને ઓક્સિજન બોટલનો ઉપયોગ, મોંઢે કોથળી પણ વીંટાળી


એક સાથે જાળમાં 2000 ઘોલ માછલી આવતા માછીમારની લોટરી લાગી છે. આ ઘોલ માછલીની પૂર્વ એશિયામાં સૌથી વધુ ડિમાન્ડ છે. આ ગુજરાતી માછીમારની જાળમાં અંદાજે 1.5 કરોડની માછલીઓ આવી છે. જેથી માછીમારના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. ચોમાસા બાદની સીઝન સાગરખેડુ માટે સુખદ અનુભવ સાબિત થઈ છે. આ માછીમારનું નામ કાનજી રામજી હોવાનું જાણવા મળ્યું છે. આ પહેલા મુંબઈના માછીમારની જાળમાં 1.33 કરોડની ધોલ માછલી આવી હતી, જે રાતોરાત કરોડપતિ બની ગયો હતો. 


આ પણ વાંચો : રંગીન મિજાજી હોમગાર્ડના અધિકારીએ મહિલા જવાનને કહ્યું, ‘હું પ્રેમથી રાખું છું તો તમે મને મજામાં રાખો..’


ધોલ માછલી આટલી મોંઘી કેમ 
ધોલ પ્રકારની માછલીઓ સૌથી મોંઘી માછલી ગણાય છે. જેનો ઉપયોગ દવાઓ તેમજ કોસ્મેટિક આઈટમ્સ બનાવવામાં થતો હોય છે. આ માછલી અનેક ગુણોથી ભરપૂર છે. ઓમેગા-3 ફેટી એસિડ્સ, આયોડિન, આયર્ન, મેગ્નેશિયમ, ફ્લોરાઈડ, DHA, EPA સહિતના અનેક પોષકતત્વો તેમાં હોય છે. ખાસ કરીને તેના અંગોનો દવા બનાવવામાં અને કોસ્મેટિક સાધનો બનાવવામાં ઉપયોગ થતો હોવાથી તેની કિંમત ખૂબ જ વધી જાય છે. આ માછલી આંખ માટે સારી હોવા ઉપરાંત ઉંમર વધવાની સાથે શરીરમાં થતા ફેરફારોની પ્રક્રિયાને ધીમી પાડે છે, અને બ્રેઈન સેલ્સને ડેવલપ કરે છે. તેની પાંખોમાંથી શરીરના આંતરીક ભાગોમાં ટાંકા લેવા માટે ઉપયોગમાં લેવાતા સ્ટીચ બને છે. આ માછલી 1 મીટરની સરેરાશ લંબાઈ ધરાવે છે, અને આઠ વર્ષ જેટલું જીવે છે.