ગુજરાતી ભોજન દાઢે વળગતા રાહુલ ગાંધીનો આખો પ્લાન ફેરવાયો, જાણો કઈ રેસ્ટોરન્ટમાં શું જમ્યા?
રાહુલ ગાંધીએ સુરતમાં આવેલી સાસુમાં રેસ્ટોરન્ટમાં ગુજરાતી જમણનો સ્વાદ માણ્યો હતો. ત્યારે તેમની સાથે કોંગ્રેસના નેતા રઘુ શર્મા, અમિત ચાવડા, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
ઝી ન્યૂઝ/સુરત: મોદીની અટકને લઈને રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાનિના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે રાહુલને દોષિત ઠેરવીને બે વર્ષની સજા ફટકારી છે, પરંતુ બાદમાં રાહુલ ગાંધીને જામીન મળ્યા બાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યાં ગુજરાત કોંગ્રેસ દ્વારા ફાઈવસ્ટાર હોટલમાં રાહુલ ગાંધીના જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ રાહુલ ગાંધીએ અચાનક પ્રોગ્રામ કેન્સલ કર્યો હતો અને ગુજરાતી જમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી ફાઈવસ્ટાર હોટલનો પ્લાન કેન્સલ કરીને તેઓ સાસુમાં રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે લસણિયા બટાટાનો સ્વાદ માણ્યો હતો.
મોદી સરનેમ કેસઃજાણો કોણ છે પૂર્ણેશ મોદી? જેની અરજી પર રાહુલ ગાંધીને બે વર્ષની સજા થઈ
રાહુલ ગાંધીએ સુરતમાં આવેલી સાસુમાં રેસ્ટોરન્ટમાં ગુજરાતી જમણનો સ્વાદ માણ્યો હતો. ત્યારે તેમની સાથે કોંગ્રેસના નેતા રઘુ શર્મા, અમિત ચાવડા, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને તેમણે રાહુલ ગાંધી સાથે ભોજન લીધું હતું. રાહુલ ગાંધી જ્યારે સાસુમાં રેસ્ટોરન્ટ પહોંચ્યા ત્યારે રેસ્ટોરન્ટ નીચે મોટી સંખ્યામાં તેમના કાર્યકરો ભેગા થઈ ગયા હતા. આ તમામ ઘટનાક્રમ વચ્ચે પણ રાહુલ ગાંધીએ રેસ્ટોરન્ટમાં કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગુજરાતી ભોજનની મઝા માણી હતી.
રાહુલ ગાંધી 8 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી, સાંસદ પદ પણ જશે? આવા છે નિયમો
સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, સુરતમાં આવેલી સાસુમાં રેસ્ટોરન્ટમાં રાહુલ ગાંધીએ બે પ્રકારની સ્વીટ આરોગી હતી. આ સિવાય રબડી, મગની દાળનો હલવો, પંજાબી સમોસાં, પાલકનું શાક, રોટલી, લસણિયા બટાટા અને છાશ પીધી હતી.
5 કારણોથી ACનો ગેસ થાય છે લીક, જો તમે આ ભૂલો કરશો તો ચૂકવવા પડશે હજારો રૂપિયા
સિક્યોરિટી રૂટ બદલવો પડ્યો
સુરત કોર્ટમાં ચુકાદા આવ્યા બાદ તેઓ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં રાહુલ ગાંધીએ પૂછ્યું કે જમવા ક્યાં જઈએ છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ ફાઈવસ્ટાર હોટલમાં જમવાની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું. ત્યારે રાહુલ ગાંધીએ જણાવ્યું કે, નહીં મને ગુજરાતી ડિશ ખાવાની ઈચ્છા છે. માટે ગુજરાતી ખાવાનું મળે ત્યાં જમીશ. આ નિવેદન બાદ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, કારણ કે સુરક્ષા સિક્યોરિટીએ સર્કિટ હાઉસથી ફાઈવસ્ટાર હોટલનો રૂટ ગોઠવાયો હતો, પરંતુ અંતિમ ઘડીએ રાહુલ ગાંધીએ પોતાની ઈચ્છા અન્ય હોટલમાં જમવાનું કહેતાં આખો રૂટ બદલવો પડ્યો હતો. આખરે રાહુલ ગાંધીને જમવા માટે સાસુજી ડાઇનિંગ હોલમાં લાવવામાં આવ્યા હતા.